________________
કે
જો
શિ-
.
* *
-
હેત અને ઉમાના માણસ
કુમારપાળ દેસાઈ એટલે આભિજાત્ય !
વિનય, વિવેક અને વિનમ્રતા એટલે કુમારપાળ દેસાઈ ! અનેક પ્રકારનાં કાર્યો અને વિવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત હોવા છતાં જ્યારે આપણે એમને જોઈએ ત્યારે નિર્ભર લાગે અને મળીએ ત્યારે પૂરી ઉષ્માથી મળે; એમની સ્વસ્થતા આપણને ખસૂસ વર્તાય. બેપાંચ મિનિટ માટે મળે તોય નિરાંતે મળતા અનુભવાય. પોતાનામાં પૂરેપૂરા હાજર હોવાનું પ્રતીત થાય. એમની વ્યસ્તતા અને કાર્યો વાસ્તુની ઉતાવળ વચ્ચે પણ અંદરનું હિલ્લોળાતું ભાવજગત પમાય. ઉતાવળ અને વ્યસ્તતા જરાય વર્તાવા ન દે. આખા દિવસનાં કાર્યોને અંતે તમે એમને મળતા હો તો પણ એ તાજા ને પ્રસન્ન લાગે. એમની પ્રસન્નતાનું કારણ મારી દૃષ્ટિએ તો એમની નિયમિતતા અને કાર્યનિષ્ઠા જ છે... છતાં એમને પૂછવાનું ગમે કે શું રહસ્ય છે તમારી તાજગી અને પ્રસન્નતાનું !
ફોન પર વાત કરતાં હું પૂછું કે “આજકાલ શું ચાલે છે?” એ કહેવાના: “બસ, ખાસ કાંઈ નહિ. તમે કંઈ કામ હોય તો કહો.” આપણે ત્યાં દેશદુનિયામાં નવરા માણસોને જરાય સમય નથી મળતો પણ કુમારપાળ દેસાઈ જેવા સારાં કાર્યોમાં કાયમી વ્યસ્ત અને એટલા જ કામગરા માણસને વખત મળે છે. સમય નથી મળતો એવું વાક્ય મેં એમને મોઢેથી નથી સાંભળ્યું !
કુમારપાળભાઈ જેટલા સાદા દેખાય છે એટલા સુઘડ પણ છે. એમનો “શર્ટઇન કરેલો પહેરવેશ; એ
મણિલાલ હ. પટેલ
91