________________
ઉપનિષદમાં કહ્યું છે, ‘“માવાન, પિતૃવાન,
આપાર્યવાન પુરુષો વેવ’ અર્થાત્ ‘માતૃવાન, પિતૃવાન અને આચાર્યવાન પુરુષને જ્ઞાન થાય છે. માબાપ તો બધાને જ હોય છે, પણ ઉપનિષદ દ્દષ્ટિસંપન્ન માબાપની વાત કરે છે. દૃષ્ટિશૂન્ય માબાપ માટે સુભાષિતકાર કહે છે ઃ
'माता शत्रु पिता वैरी येन बालो न पाठितः । न शोभते सभामध्ये हंसमध्ये बको यथा ॥'
અર્થાત્ જે પોતાના સંતાનને યોગ્ય શિક્ષા અને દીક્ષા આપતા નથી તે માતા શત્રુ અને પિતા એના વેરી છે. એમનું સંતાન હંસોમાં બગલાની માફક વિદ્વદ્સભામાં શોભતું નથી.’
રામાયણમાં કહ્યું છે કે, ‘જો બાળક ઉન્મત્ત થાય તો એ માતાનો દોષ ગણાય અને જો મૂરખ થાય તો એ પિતાની ખામી ગણાય.' ભાઈશ્રી કુમારપાળની વિનમ્રતા એ માતાની દેન છે તો એમની વિદ્વત્તા એ પિતાનો વારસો છે. વિત્તનો વારસો આપનારા ઘણા હોય છે પણ સ્વસ્થ ચિત્તનો વારસો આપનારાં માતાપિતા વિરલ હોય છે. કવિએ યોગ્ય જ કહ્યું છે ઃ
“કોઈના પિતા બંગલા આપે
કોઈના ખેતરવાડી, કોઈના મોટી મિલ મૂકી જાય
કોઈના મોટરગાડી,
કોઈના ધીકતો ધંધો મૂકે
કોઈના બેંકમાં ખાતું,
તમે પિતા મને હૃદય આપ્યું,
રાત ને દિવસ ગાતું ।’’
127
મૂલ્યસંવર્ધનનું
અમૂલ્ય કાર્ય
હરિભાઈ કૉઠારી