________________
ઊતરવાનું નિશ્ચિત થઈ ગયું. એમનાં માતુશ્રી સ્વ. જયાબહેન અને ધર્મપત્ની સો. પ્રતિમાબહેનનું આતિથ્ય માણવાનો અવસર અનેક વાર સાંપડ્યો છે અને એનાં મધુર સ્મરણો તાજાં જ છે.
મૈત્રીની કળા શ્રી કુમારપાળને એમના પિતાશ્રી સ્વ. શ્રી જયભિખુ તરફથી વારસામાં મળી છે. નવા નવા સંબંધો બાંધવા અને જાળવવા એ અંતરની ઉદારતા વગર શક્ય નથી. ધૂપસળીની જેમ જીવન જીવવાની એમના પિતાશ્રીની ભલામણ એમણે પોતાના જીવનમાં બરાબર ઉતારી છે. કોઈકને માટે કશું કરી છૂટવાની તમન્ના એમના જીવનમાં રહેલી છે એટલે જ એમનું મિત્રવર્તુળ ઘણું મોટું છે. એમની સુવાસ કેટલી બધી છે એનો એ પરિચય કરાવે છે.
અધ્યયન, અધ્યાપન, લેખનકાર્ય, પત્રકારત્વ, રમતગમત એમ વિવિધ ક્ષેત્રે ડૉ. કુમારપાળે ઘણી સારી સિદ્ધિ મેળવી છે. ગુજરાત સમાચારમાં પોતાના પિતાશ્રીની કૉલમ “ઈટ અને ઇમારત એમણે ચાલુ રાખી અને આજ દિવસ સુધી એનું લેખન-સંપાદન-સંચાલન તેઓ કરતા રહ્યા છે. તદુપરાંત બીજી પણ કેટલીક કૉલમો તેઓ ચલાવે છે. તેમની શક્તિનો એ પરિચય કરાવે છે.
અધ્યાપનના ક્ષેત્રે પણ તેમણે કૉલેજના વ્યાખ્યાતામાંથી યુનિવર્સિટીમાં રીડર, પ્રોફેસર, ડાયરેક્ટર અને ડીન સુધીની પદવી પ્રાપ્ત કરી એ એમની સતત થતી રહેલી પ્રગતિની સાક્ષી પૂરે છે. પીએચ.ડી. માર્ગદર્શક તરીકે પણ તેમણે ઘણું યશસ્વી કાર્ય કર્યું છે.
વ્યાખ્યાનો, પરિસંવાદો, સંમેલનો, પરિષદો વગેરેને નિમિત્તે દુનિયાભરમાં તેમનું સતત પરિભ્રમણ થતું રહ્યું છે. એમણે પોતાની યશસ્વી કારકિર્દીમાં સમયનો અપ્રમત્તપણે ઉપયોગ કર્યો છે. તેઓ દૂરંદેશીવાળા છે અને પ્રત્યેક કાર્યનું આયોજન વેળાસર કરી તેને સારી રીતે પાર પાડે છે. એમાં એમને એમના દેશવિદેશના મિત્રોનો સારો સહકાર સાંપડ્યો છે. એમનાં ધર્મપત્ની સૌ. પ્રતિમાબહેનનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. સો. પ્રતિમાબહેને કાર્યેષુ મંત્રીનો ગૃહિણીનો આદર્શ યથાર્થ કર્યો છે. ડૉ. કુમારપાળ દેસાઈને પદ્મશ્રી'નો ઇલકાબ મળે છે એમાં અડધો ભાગ એમનો પણ ગણાવો જોઈએ.
પાશ્રીના ઇલકાબ પ્રસંગે ડૉ. કુમારપાળ દેસાઈને ધન્યવાદ અને હજુ પણ ઉત્તરોત્તર તેઓ વધુ સિદ્ધિઓ પ્રાપ્ત કરતા રહે એવી શુભકામના.
170
સંકલ્પ અને સિદ્ધિ