________________
| વિદ્યાર્થીજગત સાથેનો એમનો મિત્રભાવ અને શિક્ષણજગતના એમના વિશેષ સ્વભાવનું પણ એક દર્શન અહીં જોઈ શકાય છે. હમણાં ફેબ્રુઆરીમાં ‘સત્યપથ', અમદાવાદમાં તેઓશ્રી ડો. ધીરુભાઈ ઠાકર સાથે મળ્યા, ત્યારે એમને પદ્મશ્રીનો એવોર્ડ મળવાની ઘોષણા થઈ ચૂકી હતી. આટલા મોટા સન્માન પછી કોઈ પણ માણસને ભારે થઈ જતાં વાર લાગતી નથી, પણ અહીં તો એ જ નમ્રતા, એ જ સરળતા, એ જ સાદાઈ. જાણે ઝૂકીને જીતી જવાની વિશેષતા એવી જ અકબંધ રહી.
ખૂબ ઊંચે ઊડનારા ધરતીને વંદતા હોય છે એવું કંઈક શ્રી કુમારપાળ દેસાઈમાં જોવા મળે છે.
હવે એક પ્રાર્થના છે કે અનેક ભૌતિક એવોર્ડ પ્રાપ્ત કરનાર શ્રી કુમારપાળ શ્રી અરિહંતકૃપાનો અમર એવોર્ડ પ્રાપ્ત કરે. દેશવિદેશમાં ભારતીય સંસ્કૃતિના દેવદૂત બનીને પોતાનું જીવન વધુ ને વધુ ઉજ્વળ કરે.
હિમાલયવાસી સંત શ્રી યોગેશ્વરજીનાં શિખ્યા અને સર્વમંગલ ચેરિટેબલ દ્રસ્ટનાં પ્રેરક.
146
અધ્યાત્મનો અંતરસ્પર્શ