________________
મનુષ્યનું ઉત્તમ કર્તવ્ય છે. એમાં જ માનવની સાત્ત્વિકતા અને સજ્જનતા નિખરે છે. તે વ્યક્તિ ગુણથી જ જનપ્રિયત્વ પામી જિનપ્રિયત્વ પામે છે.
ત્યાર પછી એવું બન્યું કે જેમ ભારત દેશની સ૨કા૨ે શ્રી કુમારપાળ-ભાઈને ‘પદ્મશ્રી’ની પદવીથી વિભૂષિત કર્યા છે તેમ લંડનમાં બ્રિટિશ સરકારે શ્રી નેમુભાઈ ચંદરયાને, જે કુમારપાળભાઈના નિકટના મિત્ર અને જૈનૉલોજીના સાથી કાર્યકર છે તેમને જૈન ધર્મની વિશિષ્ટ સેવાઓ બદલ સૌપ્રથમ ઉત્તમ એવી માનાર્હ પદવી પ્રદાન કરી છે. નેમુભાઈ અમદાવાદ આવે ત્યારે તેમનો ઉતારો અમારા નિવાસે હોય અને ત્યારે કુમારપાળભાઈ અવારનવાર આવતા અને મળવાનું થતું.
ત્યાર પછી મારી અંતર્મુખ સાધનાના અભિગમને કારણે મારે જાહેર ક્ષેત્રોનાં કાર્યો, પ્રવચનો અને લેખો આપવાનું ગૌણ બન્યું. જોકે કુમારપાળભાઈ વચમાં વચમાં તે તે ક્ષેત્રનાં આમંત્રણ મોકલતા અને તેમાં સ્વહસ્તાક્ષરે સ્નેહપૂર્વક લખતા કે તમે આવશો તો આનંદ થશે. મારું હવે જાહેર ક્ષેત્રોનું કાર્ય લગભગ નહિવત્ થવાથી તેમના કાર્યક્રમોમાં કે લેખનકાર્યમાં સાથ આપવાનું બનતું નહિ. છતાં એમ તો કહું કે અન્યોન્ય સ્નેહ-આદર જળવાઈ રહ્યાં છે. ભલે હમણાં પ્રત્યક્ષ પરિચય ઓછો રહે છે પરંતુ તેમણે આપેલા સહકારને કેમ ભુલાય ? તેથી તેમના પ્રત્યેના ગુણપ્રમોદથી પ્રેરાઈને આ લેખ લખવા પ્રેરાઈ છું, છતાં વિશેષ પરિચય રહ્યો ન હોવાથી તેમને વિશે લખવામાં પૂરો ન્યાય આપી શકી નથી. પરંતુ તેમનું વિવિધલક્ષી વ્યક્તિત્વ જ એવું છે કે તે પ્રસાર પામતું જ રહેશે.
તેમનું સાહિત્યક્ષેત્રની વિવિધ રચનાઓનું પ્રદાન સ્વયં જ પ્રકાશિત છે. એટલે આપણે એનાથી વિશેષ શું લખીએ ? તેમની અનેકવિધ ક્ષેત્રોની પ્રવૃત્તિઓ અને કૃતિઓ જ બોલતી હોય છે. તેની આગળ આપણી કલમ નાની ગણાય. તેમનાં પ્રવચનો જ સ્વયં તેમની પ્રતિભાને પ્રગટ કરે છે. જૈન ધર્મની તેમની સેવાઓનું પુણ્ય પણ પાંગરતું જાય છે. એટલે આપણે જે કંઈ લખીએ તે પૂર્ણ જણાવાનું નથી, છતાં આ નિમિત્તે તેમના પ્રત્યેનો આપણો સ્નેહ સદ્ભાવ વ્યક્ત કરીને આપણે જ સંતોષ લેવાનો છે. પદ્મશ્રી'ની પદવી પ્રાપ્ત થઈ, તે પહેલાં પણ તેઓશ્રીને વિવિધ ક્ષેત્રોએ બિરદાવ્યા છે તે તેમનું આગવું સાહસ છે.
આપણે સૌ જાણીએ છીએ કે જાહેર ક્ષેત્રોમાં જે વ્યક્તિઓ વિશિષ્ટપણે પ્રકાશમાં આવે છે, તેઓ જે સત્કાર્યોનું સર્જન કરે છે તેવી દરેક વ્યક્તિની પાછળ કોઈ અજાણ કારણ કામ કરતું હોય છે તે છે તે તે વ્યક્તિઓનાં ધર્મપત્નીનું યોગદાન. આપણે જોયું કે તેમને માતાપિતાનો સુસંસ્કારનો વારસો મળ્યો હતો તેમ કુમારપાળભાઈની પાછળ તેમનાં ધર્મપત્ની પ્રતિમાબહેનનું ઘણું યોગદાન છે. તેમની મૂક સેવા, સાથ અને સહિષ્ણુતાના કારણે તેઓ પોતાના અત્યંત કાર્યભારમાં પણ કંઈક
161
સુનંદાબહેન વોહોરા