________________
થતો. શ્રી આત્માનંદજી પ્રેરિત શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં તેઓ પ્રવચન માટે, શિબિરોમાં કાર્યક્રમમાં અવારનવાર આવતા ત્યારે તેમની સાથે વાતચીત થવાના પ્રસંગો મળતા તથા તેમનાં પ્રવચનો સાંભળીને મનમાં તેમનાં સાહિત્યિક ક્ષેત્રોના અનુભવ માટે માન થતું.
આથી જ્યારે જ્યારે પુસ્તક-પ્રકાશનને માટે સલાહ જરૂર પડતી ત્યારે તેમની પાસે પહોંચી જતી અથવા તેઓ મારા નિવાસે આવતા અને જરૂરી સલાહ-સૂચન સ્પષ્ટપણે, નિઃસ્પૃહભાવે આપતા. તેમની સલાહમાં ગાંભીર્યતા અને સ્પષ્ટતા નિખરતા તે તેમનું કૌશલ્ય છે. વયમાં તે મારાથી નાના, આ ક્ષેત્રે મોટા ખરા.
સને ૧૯૯૦માં મેં “શ્રી કલ્પસૂત્રકથાસાર' લખેલું. મૂળ ગુજરાતી અનુવાદમાંથી કથાના રૂપમાં હતું. તૈયાર થતાં એક આચાર્યશ્રીને બતાવ્યું. તેઓએ શાસ્ત્રપ્રણાલી અનુસાર મંતવ્ય આપ્યું કે “શ્રી કલ્પસૂત્ર જૈનદર્શનનો પવિત્ર ગ્રંથ છે. તે ઘેર ઘેર પહોંચે અને જ્યાંત્યાં વંચાય તો તેની પવિત્રતા અને ગૂઢતા ન જળવાય. યદ્યપિ તેમણે બીજો કોઈ નિષેધ ન કર્યો, પણ પવિત્રતા સચવાય એમ તમને ઠીક લાગે તેમ કરજો એમ જણાવ્યું.
આથી હું મૂંઝાઈ કે શું કરવું? અને પહોંચી કુમારપાળભાઈ પાસે. તેમણે ગ્રંથ જોઈ લીધો અને સ્પષ્ટપણે જણાવ્યું કે આમાં જૈનદર્શનની પ્રણાલીને બાધા પહોંચે તેવું કંઈ નથી અને ગ્રંથ સ્વયં એવો છે કે તેની પવિત્રતા જળવાશે. તમે પ્રકાશન પૂરું કરો. તેમની આ શુભ ભાવના અને સચોટ સલાહથી એ ગ્રંથ નિશ્ચિતપણે પ્રકાશિત થયો. પછી તો તેની છ આવૃત્તિ પ્રગટ થઈ.
વળી પંદર વર્ષ પહેલાં જાહેર સામાજિક અને ધાર્મિક ક્ષેત્રોની પ્રવૃત્તિનું પ્રયોજન રહેતું, ત્યારે પણ કોઈ વિકલ્પાત્મક સંયોગો પેદા થાય ત્યારે તેઓ સ્પષ્ટ અને સચોટ સલાહ આપતા. એ કહેતા કે પોતાની સ્વાયત્તતા જાળવવી અને તે તે ક્ષેત્રોને યોગ્ય કાર્ય કરવામાં કંઈ અભ્યતા અનુભવવી નહિ.
એક વાર મારા પુસ્તકમાં તેમણે લખેલા ‘અંગૂઠે અમૃત વસે' પુસ્તકનાં ચિત્રોની નકલ કરવા માટે મેં પૂછ્યું. તેમણે તે જ સમયે પોતાની ખુશી બતાવી હતી. તેમણે લખેલ ૧૦૮ ચિત્ર સાથેની ચરિત્રકથામાંથી લેખન અને ચિત્રની મારા પુસ્તક માટે જરૂર પડી. તેઓ કહે “તમારું જ છે, ખુશીથી લઈ શકો.
એક વાર અમે કોબા આશ્રમ જતાં હતાં. તેમની ગાડી આગળ હતી. તેમણે જોયું કે મારી ગાડી પાછળ છે. તેમણે ગાડી ઊભી રાખી અને અમારી ગાડીને આગળ કરી. આપણને લાગે ‘આ તો નાની વાત છે. પણ પૂ. ગાંધીજી કહેતા કે ભૂલ નાની હિમાલય જેવી લાગવી જોઈએ. જ્ઞાનીઓ કહે છે કોઈનો નાનો પણ ગુણ પહાડ જેવો ઉત્તુંગ લાગવો જોઈએ. માનવી ભલે પૂર્ણ ગુણસંપન્ન ના હોય પણ જ્યારે ગુણવૃદ્ધિ થાય છે ત્યારે આમ જ થતી હોય છે. સમયોચિત ગુણોને જીવવા એ
160 જનપ્રિયત્વ અને જિનપ્રિયત્ન