________________
નિરાંત અનુભવે છે એમ કહી શકાય. આમ માતાપિતાનો સુસંસ્કારિત વારસો અને ધર્મપત્ની પ્રતિમાબહેનનો સાથ – આ ત્રિવેણી સંગમના બીજા યોગ માટે કુમારપાળભાઈ ખૂબ ભાગ્યશાળી છે.
એક ભાઈ કહે, “કુમારપાળભાઈ તો રાષ્ટ્રપતિ સુધી પહોંચી ગયા' અર્થાત્ આ દેશના રાષ્ટ્રપતિના વરદ્ હસ્તે તેમને પદ્મશ્રી પ્રદાન થયું.
મેં કહ્યું, “આ તો હજી પ્રારંભ છે. કુમારપાળભાઈ તો ગુર્જરદેશના, જેનદર્શનના મહાન ઉપાસક મહારાજા કુમારપાળની સન્નિષ્ઠ પ્રતિભા સુધી પહોંચે. અર્થાત્ જૈન ધર્મનો પ્રચાર કરે તેને પરિણામે તેઓ ભગવાન મહાવીરના પંથે પહોંચી પૂર્ણ જીવન સાર્થક કરે તેવી શુભ કામના, પ્રભુ પ્રત્યે પ્રાર્થના.
અંતમાં આ શુભ પ્રસંગે તેમને આપણે સૌ શુભ ભાવના પાઠવીએ. તેઓ દીર્ધાયુષી બને અને જૈન શાસનની શ્રેષ્ઠ સેવા કરે, અન્ય ક્ષેત્રોમાં યોગદાન આપે. પ્રભુ તેમને તે માટે યોગબળ આપે. તેમનું જીવન ઉત્તમ પ્રકારે સાર્થક થાય તેવી હાર્દિક શુભ ભાવના.
જેનદર્શન વિશે દેશ-વિદેશમાં પ્રવચન આપનાર, જૈન ધર્મના ગ્રંથોનાં લેખિકા અને સમાજસેવિકા
162 જનપ્રિયત્વ અને જિનપ્રિયત્ન