________________
પૂર્વ આફ્રિકા, કેનેડા, સિંગાપોર, બેલ્જિયમ, હોંગકોંગ, મલેશિયા, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં પર્યુષણ નિમિત્તે તેમજ પરિસંવાદ આદિ નિમિત્તોએ આપેલાં વ્યાખ્યાનો ખૂબ પ્રશંસા પામ્યાં છે. મેં પણ તેમનાં ઘણાં વ્યાખ્યાનો અને ભાષણો સાંભળ્યાં છે. એ બોલવા ઊભા થાય ત્યારે એવું મનમાં થાય કે તેઓ બોલ્યા જ કરેને આપણે સાંભળ્યા જ કરીએ.
આ રીતે જૈન ધર્મના સિદ્ધાંતો જનસમુદાય સુધી પહોંચાડવાનું કાર્ય કુમારપાળભાઈએ કર્યું છે. સામાન્ય રીતે વ્યક્તિ લેખનમાં કુશળ હોય, તે વક્તા તરીકે પ્રભાવશાળી ન હોય. કુમારપાળભાઈમાં બન્ને શક્તિઓ છે પરંતુ એની સાથોસાથ કાર્યક્રમોના આયોજન અને સંસ્થાસંચાલનની આગવી સૂઝ છે. આને પરિણામે કાર્યક્રમના આયોજનમાં તેઓ ચોકસાઈ રાખે. એ સમયસર પૂરો થાય તેનો ખ્યાલ રાખે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના કાર્યક્રમોમાં મેં આ નજરોનજર જોયું છે. એવી જ રીતે ભારતમાં એમણે એકલે હાથે ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીની પ્રવૃત્તિઓ કરી અને જૈન સંસ્થાઓમાં આ સંસ્થાને માનભર્યું સ્થાન અપાવ્યું. વળી, વિદેશના સેવાભાવી મહાનુભાવો સાથે એમનો સતત જીવંત સંપર્ક જોવા મળ્યો છે. તેઓ ડૉ. મણિભાઈ મહેતા, ડૉ. ધીરજ શાહ, રતિભાઈ ચંદરયા જેવી વ્યક્તિઓ સાથે ગાઢ સંપર્કમાં રહેતા હોય છે અને તેઓ ભારતમાં આવે ત્યારે મિલન સમારંભ યોજીને એકબીજાનો પરિચય કરાવે છે. આવું સેતુ બનવાનું કામ મહત્ત્વનું છે.
ગુજરાત સમાચારમાં “ઈંટ અને ઇમારત' કૉલમ એ પિતા-પુત્રની યશસ્વી કલગી છે. પિતાપુત્ર દ્વારા પચાસ વર્ષથી પણ વધુ સમયથી નિયમિત રીતે કૉલમ લખાઈ હોય એવો ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રમાં બીજો કોઈ દાખલો જોવા નહીં મળે. આ ઉપરાંત પારિજાતનો પરિસંવાદ', ‘ઝાકળ બન્યું મોતી’ કે ‘આકાશની ઓળખ જેવી કૉલમો દ્વારા એમણે સારી એવી નામના મેળવી છે. એમના આ લખાણના વાચનથી માણસ હતાશા ખંખેરીને હિંમતવાન બનતો હોય છે. માણસનું જીવન વધારે ને વધારે ઊર્ધ્વ કેમ બને એનો તેઓ સતત ખ્યાલ રાખતા હોય છે અને એ દૃષ્ટિએ એમણે સાહિત્યની માફક પત્રકારત્વ દ્વારા પણ સમાજના સંસ્કારઘડતરમાં યોગદાન આપ્યું છે.
રમતગમત ક્ષેત્રે પણ કુમારપાળભાઈનું પ્રદાન ઉલ્લેખનીય છે. તેમણે વિવિધ ક્લબો અને સંસ્થાઓમાં રમતગમત વિશે ત્રણસોથી વધુ વક્તવ્યો આપ્યાં છે. કુમારપાળભાઈ જુદા જુદા ત્રણ વિષયોમાં પીએચ.ડી.ના ગાઇડ તરીકે માન્યતા ધરાવે છે. સાહિત્ય, પત્રકારત્વ અને જૈનદર્શનમાં કુમારપાળભાઈના માર્ગદર્શન નીચે પંદર જેટલા વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે.
આવા તો અનેકવિધ ક્ષેત્રે કુમારપાળભાઈની પ્રતિભા અને વ્યક્તિત્વની સુગંધ પ્રસરી રહી
167
શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ