________________
શ્રી
કુમારપાળભાઈના કુટુંબ સાથેનો સંબંધ મારા પિતાશ્રી તથા તેમના પિતાશ્રી જયભિખ્ખુ’ના સમયથી ચાલ્યો આવે છે. શ્રી ‘જયભિખ્ખુ’ સાથેનો મારા પિતાશ્રીનો સંબંધ એક નિકટના આત્મીય જન તરીકેનો હતો. જયભિખ્ખુની જૈન સાહિત્યસર્જનની પ્રવૃત્તિથી પિતાશ્રી અને અમે સો પ્રભાવિત થયેલા. આર્થિક વિષમતાઓમાં પણ ‘જયભિખ્ખુ’ની સાહિત્ય- સર્જનની પ્રવૃત્તિ સતત ચાલુ જ રહી. સરસ્વતીના ઉપાસક પિતા-પુત્રની આ બેલડી ગુજરાતની સંસ્કારગાથામાં ગૌરવપૂર્ણ સ્થાને શોભી રહી છે.
વળી આ બંનેએ જૈન ધર્મની કથાઓને રસાળ રીતે રજૂ કરીને એને વ્યાપક સમાજ સુધી મૂકી આપી છે. એમાં જૈનત્વના સંસ્કારોની સુવાસ હોય છે, પરંતુ એ સુવાસ પુષ્પમાં એવી રીતે મૂકી હોય છે કે જૈન અને અન્ય સહુ કોઈ એ કથાને માણી શકે. આમ એમનું સાહિત્ય વ્યાપક જનસમુદાયને સ્પર્શતું રહ્યું. કુમારપાળ દેસાઈનાં પુસ્તકો મેં વાંચ્યાં છે. એમણે ગચ્છાધિપતિ આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીનું જીવનચરિત્ર આતમજ્ઞાની શ્રમણ કહાવે' લખ્યું હતું. એમનું આ ગુજરાતી પુસ્તક હું
એક બેઠકે વાંચી ગયો હતો. એ જ રીતે એમણે લખેલું ‘ભગવાન મહાવીર'નું પુસ્તક પણ મને ખૂબ ગમી ગયું હતું. રજૂઆતની છટા, માર્મિક આલેખન અને ગ્રંથનું ઉત્કૃષ્ટ મુદ્રણ એ બધું એમના ગ્રંથોમાંથી જોવા મળે છે, આથી એમનાં પુસ્તકો મારે માટે વાચનનો આનંદ બની રહ્યાં છે.
165
ગૌરવનો અનુભવ
શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ