________________
છીએ ત્યારે કુમારપાળભાઈ વિદેશોમાં ભારતીય સંસ્કૃતિનાં ઉચ્ચતમ મૂલ્યો સમજાવે છે જે આજના યુગની તાતી જરૂરિયાત છે.
મને કુમારપાળભાઈમાં સંગઠનશક્તિની વિશેષતા જોવા મળી. તેઓ સંગઠનના મહારથી છે. ભિન્ન ભિન્ન સંસ્થાઓનું નિર્માણ કરવું અને તેને સક્રિય રાખવી તે એમની વિશેષતા છે. સમાજમાં કુમારપાળભાઈ જેવી અનેક પ્રતિભાઓ પાંગરશે તો ભારતભૂમિ સત્વરે સુખમય સંસાર બનશે.
એમને ૨૦૦૪ના પ્રજાસત્તાક દિનના પર્વ ટાણે ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ એવૉર્ડ એનાયત થયો છે તે બદલ આનંદ અનુભવું છું. વ્યક્તિગત તેમજ સંસ્થા તરફથી કુમારપાળભાઈને અભિનંદન પાઠવું છું. તેઓ દિન દૂના રાત ચોગુના પ્રગતિના પથ ઉપર આગળ ધપતા રહે તેવી શુભકામનાઓ પાઠવું છું.
158
દિવ્યગુણોના ચૈતન્ય ગુલદસ્તા