________________
સંપત્તિથી યુક્ત લોકોની વચ્ચે તેઓ નિઃસ્પૃહ તથા નિર્લેપ રહ્યા છે. પ્રભુસ્પર્શી એવા એમના જીવનની પ્રત્યેક ક્રિયામાં ધર્મની છાયાનો અનુભવ થાય છે.
ડૉ. કુમારપાળભાઈનું તત્ત્વચિંતન તથા પ્રબળ વૈચારિતાના સહારે તેઓએ ધર્મનાં તથા આદર્શ જીવનનાં રહસ્યો ઉદ્ઘાટિત કર્યાં અને તેને મૌલિક જીવનદૃષ્ટિ પ્રદાન કરી છે. તત્ત્વમંથન અને ઊંડી વિચારશીલ મનોવૃત્તિ ધરાવતા ડૉ. કુમારપાળભાઈ વિષયના ગૂઢાર્થને સરળ શબ્દોમાં સમજાવી તથા લખી શકે છે. અલગ અલગ દૃષ્ટિકોણને લક્ષમાં રાખી તેઓના અર્થગંભીર શબ્દો ધારેલા વિષયને સર્વાંગી સ્વરૂપે ઓળખાવે છે. સંવેદનશીલ ડૉ. કુમારપાળભાઈનાં લખાણોમાં વર્તમાન સમાજની સમસ્યાઓ તથા તેનો ઉકેલ પ્રાપ્ત થાય છે.
ડૉ. કુમારપાળભાઈએ પોતાના જીવનમાં ઉદ્યમ, સાહસ, ધેર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમનો સુભગ સમન્વય સાધ્યો છે. કમળને કાદવ સાથે ફરિયાદ નથી. ગુલાબ કાંટાઓની શિકાયત કરતું નથી તેમ પ્રતિકૂળ સંજોગો વચ્ચે સતત સ્મિત વેરતા ડૉ. કુમારપાળભાઈએ અથાગ પરિશ્રમ અને સાધનાબળે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેઓએ પોતાનાં માતા-પિતાનું, કુળવંશનું, સમગ્ર જૈન સમાજ તથા રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. એમનું સુખી, સમતામય, સંતોષપૂર્ણ જીવન અને કવન અનેકને પ્રેરણા આપતું રહો એ જ અભ્યર્થના.
શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ, સાયલાના માર્ગદર્શક
155
નલિનભાઈ કોઠારી (ભાઈશ્રી)