________________
અધ્યાત્મનો અંતરસ્પર્શ
નામ તો જાણીતું. ઈટ અને ઇમારતના પણ કેટલાક લેખો વાંચ્યા હતા.
અમદાવાદમાં એક બપોરે અમારા ‘સત્યપથમાં ડૉ. અરુણાબહેન ઠાકર આવે છે. કહે છે: મા, આપની વાતો સાંભળીને શ્રી કુમારપાળ દેસાઈ આપનાં દર્શન માટે આવવા માગે છે.
અરે, અરુણાબહેન ! એવા મોટા મોટા માણસોને અહીં ના લાવો. એવી વિશેષ વ્યક્તિઓ જોડે વળી અમારે શું વાત કરવી અને એ બધી મુલાકાતો રહેવા દો.
ના, મા! ઘણા વખતથી એમની ઇચ્છા છે. વળી આપ અહીં છો તો લાભ મળે. સમય આપો તો સારું,
અને શ્રી કુમારપાળ દેસાઈ જેમનું નામ છે તે આવ્યા. વાતો થઈ વિશ્વકોશની, જૈન ધર્મની, શ્રીમદ્ રાજચંદ્રની, વિદેશયાત્રાની.
વાતો કરતાં તો એવું સહેજે ના લાગ્યું કે આ કોઈ મોટી જાણીતી વ્યક્તિ છે. જાણે એક સ્વજન લાગ્યા. એટલે બહાર ગાડી સુધી વળાવવા જવાની વાત વિચારી તો અરુણાબહેન કહેવા લાગ્યા.
સાહેબ તો પોતાની ગાડી સોસાયટીની બહાર દૂર રોડ ઉપર મૂકીને અહીં ચાલતા જ આવ્યા છે.
તો ગાડી અહીં લઈ આવો. ના, મા ! સાહેબ તો કહે છે કે સંતદર્શને ચાલતા જ જવાનો શિષ્ટાચાર યથાશક્તિ યથાસ્થાનેથી પાળવાનો હોય છે. માટે ફરીથી તેઓ સોસાયટીની બહાર ગાડી સુધી ચાલતા જ જશે. 144
મા સર્વેશ્વરી