________________
પૂજાય અને પુત્ર પણ પૂજાય. જેમ કે પાર્વતી પૂજાય, શંકર પૂજાય અને ગણપતિ પણ પૂજાય. આ પ્રાચીન પરંપરાને જો લક્ષમાં રાખીને આપણે ડૉ. કુમારપાળ દેસાઈના સાહિત્યક્ષેત્રમાં પ્રદાનને મૂલવીએ તો એમની દૃષ્ટિ લોકસમાજને ધર્માભિમુખ બનાવવાની છે. દરેક સંપ્રદાયનાં સંતો અને શાસ્ત્રોને લક્ષમાં રાખી સોની અદબ જળવાય એવી માન-મર્યાદાવાળી વિચારશૈલીથી લખે છે. એમની કલમમાંથી પ્રજાના જાહેર જીવનના આદર્શ ઘડાયા છે.
ડૉ. કુમારપાળ દેસાઈના પરમપૂજ્ય પિતાશ્રી જયભિખ્ખુ’ કે જેઓ વાસ્તવમાં મૂર્ધન્ય સાહિત્યકાર, સંત ગુણાનુરાગી હતા. શ્રી ‘જયભિખ્ખુ’ એટલે કે બાલાભાઈ દેસાઈ, સૌના પ્રિય લેખક તરીકે આજે પણ પૂજનીય અને સ્મરણીય બન્યા રહ્યા છે. માતુશ્રી જયાબહેનના આશીર્વાદથી દેશ અને વિદેશમાં સાહિત્યને લોકભોગ્ય બનાવવાનું કઠિન કાર્ય શ્રી કુમારપાળભાઈએ કર્યું, તો ડૉ. કુમારપાળ દેસાઈની સાહિત્યિક સફળતામાં જેમનો સથવારો અવર્ણનીય રહ્યો છે તેવા અ. સૌ. બહેનશ્રી પ્રતિમાબહેને અમૂલ્ય સહયોગ આપી કુમારપાળભાઈના સાહિત્યને સુગંધ અર્પી છે. આમ, આ સફળ ગુજરાતી સાહિત્યકારે સાહિત્યને અને પોતાની પરંપરાને જાગ્રત રાખવાનું કાર્ય કર્યું છે, જેથી ડૉ. કુમારપાળ દેસાઈના આ સન્માનથી સૌ કોઈને આનંદ થાય તે સ્વાભાવિક છે.
ઈશ્વર તેમની કલમની નીતિ, રીતિ અને પ્રીતિના ત્રિવેણી સંગમને હજી પણ વધુ સામર્થ્ય બક્ષે, તેમનામાં રહેલા જ્ઞાનનો પ્રવાહ જીવમાત્રના કલ્યાણ માટે, પીડિતોના દુઃખને દૂર કરવા ખૂબ જ ઉપકારક બનો તેવા મારા અંતઃકરણથી શુભાશીર્વાદ વ્યક્ત કરું છું.
રાષ્ટ્રપતિ એવૉર્ડથી વિભૂષિત બનીને ડૉ. કુમારપાળ દેસાઈ ખરા અર્થમાં પરમાત્માની કૃપાના સદ્ભાગી બન્યા છે. તેમની આ બહુમુખી પ્રતિભાને લોકોની સમક્ષ લઈ જવા માટે, ડૉ. કુમારપાળભાઈ દેસાઈની વૈશ્વિક પ્રતિભા ઉપર પ્રકાશ પાડતું પુસ્તક પ્રગટ કરવામાં આવી રહ્યું છે તે માટે હું વિદ્યાવિકાસ ટ્રસ્ટ, નવચેતન કાર્યાલય અને નવભારત સાહિત્ય મંદિરને ઘણાં જ અભિનંદન આપું છું.
આમ તો વર્ષોથી આપણે સૌ ગુજરાતના ટોચના કહી શકાય તેવા એક અખબારમાં ડૉ. કુમારપાળ દેસાઈને વિવિધ વિષયો પર વાંચતા રહીએ છીએ જેથી તેમના સાહિત્યની અનોખી તાકાતથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. પરંતુ વિવિધ ક્ષેત્રમાં એમના પ્રદાનને એક સુંદર મજાના પુસ્તકમાં સંકલિત કરીને વિદ્યાવિકાસ ટ્રસ્ટે આ પ્રકારે પ્રશંસનીય પ્રયાસ કર્યો છે, જેથી છેવાડાના સાહિત્યરસિક વાચકગણને પણ તેમની અનુભૂતિનો લાભ સંપ્રાપ્ત થશે.
148
વૈશ્વિક પ્રતિભાનો પરિચય