________________
સર્જી શકે. સાહિત્યસર્જનમાં કેવળ ચાતુર્ય નહિ, ચારિત્ર્યનો પણ મહિમા છે. એમના વાલ્મયની માફક એમનાં વ્યાખ્યાનો પણ હૃદયસ્પર્શી અને ચિરપરિણામી હોય છે. તપશ્ચર્યાના પીઠબળ વગરનાં વિચાર કે વાણી બહુ અસરકારી બનતાં નથી.
તપસ્વી વાણી તો જીવન તણો આધાર માગે છે,
નહીં તો શબ્દો મોટા મોટા કેવળ ભાર લાગે છે” કુમારપાળ ભારતીય સંસ્કૃતિ, જૈનદર્શન અને જૈનસાહિત્યના અભ્યાસી છે. આનંદઘનનાં જીવન અને કવન પર પીએચ.ડી. કરનાર કુશળ અધ્યાપક ડૉ. કુમારપાળના હાથ નીચે સંશોધન કરીને પંદરેક અભ્યાસી છાત્રોએ પણ પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
સર્જન, વિવેચન, સંપાદન, અધ્યાપન બધે પહોંચી વળતી એમની બહુઆયામી પ્રતિભા નીરખતાં કોઈને પણ સંતર્પક આનંદ થાય તેવું છે. જયભિખ્ખું વ્યાખ્યાનમાળા' નિમિત્તે ત્રણ-ચાર વખત વ્યાખ્યાન આપવા જવાનું થયું ત્યારે એમનો નજીકથી થયેલો પરિચય સંતોષપ્રદ રહ્યો. એમની સરળતા, સહજતા, નિખાલસતા કોઈને પણ સ્પર્શી જાય તેવી છે.
એમના વક્નત્વને કર્તુત્વનું પીઠબળ હોવાથી એમનામાં સહજ નેતૃત્વ પાંગર્યું છે. પોતે કામ કરે છે તેમજ બીજાઓ પાસે કામ લઈ પણ શકે છે. જૈનદર્શન ઉપરનાં લખાણો, વ્યાખ્યાનો અને વિદેશ પ્રવાસો દ્વારા એમણે જૈન ધર્મની અભુત સેવા કરી છે. સાહિત્ય, સંસ્કૃતિ અને શિક્ષણની અનેક સંસ્થાઓમાં સક્રિય રીતે જોડાઈને એમણે સમાજમાં મૂલ્યસંવર્ધનનું અમૂલ્ય કામ કર્યું છે.
ખેલ સાથે સંકળાયેલા માણસ ખેલદિલ હોય એ ખૂબ જ સ્વાભાવિક છે. એમની વ્યાપક જીવનદૃષ્ટિ મહાવીરના અનેકાંતની નીપજ છે તો એમનું ઔદાર્ય, દિલની વિશાળતા ખેલનું પ્રદાન છે.
___ 'कुलं पवित्रं जननी कृतार्था, वसुंधरा पुण्यवती च येन ।' કુળને પાવનતા, જનનીને કૃતાર્થતા અને મા વસુંધરાને પ્રસન્નતા બક્ષનાર – બહુરત્ના વસુંધરાનું આ રત્ન સદા સર્વદા પ્રજવલિત રહીને સમાજને ઉજાગર કરતું રહે એ પરમકૃપાળુ પરમાત્માના ચરણે હાર્દિક પ્રાર્થના.
i2.
હરિભાઈ કોઠારી