________________
વગેરેનું સૂચન કર્યું. નામદાર પોપે પૂછ્યું, “આ બધું શું? અને જ્યારે એ વાતની ચોખવટ થઈ ત્યારે પોપ પણ અચંબામાં પડી ગયા કે આવી વાનગી ખાઈને પણ જીવી શકાય છે !
શ્રી ભોગીલાલ સાંડેસરા, શ્રી બહેચરદાસ દોશી, શ્રી દલસુખભાઈ માલવણિયા જેવા મોટા ગજાના વિદ્વાનોએ પણ શ્રી કુમારભાઈના કાર્યની ભરપેટ પ્રશંસા કરી છે. એક વાત ખાસ લખવાની કે જ્યારે આગલા દરવાજેથી વાજતે-ગાજતે જ્ઞાન દાખલ થાય છે ત્યારે પાછલા દરવાજેથી ચૂપકીથી માન દાખલ થાય છે. શ્રી નવપદજીમાં સાતમા પદે જ્ઞાન અને અઢાર પાપસ્થાનકોમાં સાતમા સ્થાને માન-અભિમાન. આમ જ્ઞાન અને માન બંને જોડિયા ભાઈ છે, પરંતુ આ વાત બધાને એકસરખી રીતે લાગુ પાડી શકાય નહીં. એ તો જે અધૂરો હોય તેને આ વાત લાગુ પડે. જે છલકાય તે પૂરો નહીં અને જે પૂરો હોય તે છલકાય નહીં. શ્રી કુમારભાઈ પૂર્ણ નહીં, પણ સંપૂર્ણ છે, તેથી એ કદી છલકાયા નથી. જ્યારે જુઓ ત્યારે વિનીત અને વિનમ્ર એમની પ્રતિભા દેખાય.
સાહિત્ય, સંસ્કૃતિ અને શિક્ષણની કેટકેટલી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓ જે જે સંસ્થાઓમાં જોડાયેલા છે તે તે બધી સંસ્થાઓ નવજીવન પામી છે, નવપલ્લવ બની છે, ધબકતી રહી છે.
એમના કાર્યક્ષેત્રનો વ્યાપ વિશાળ અને વૈવિધ્યસભર છે. બાકી તો ઘણી વાર એવું જોવા મળે કે Jack of all, but master of none, પણ અહીં તો ઊલટું દેખાય છે – Jack of all and master of all.
અનેકવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવા છતાં એક યુવાનને શરમાવે તે રીતે કાર્ય કરી રહ્યા છે. બાસઠ વર્ષના આ તરવરિયા યુવાન હજુ નવાં નવાં શિખરો અને ક્ષિતિજો સર કરવાની ઉમેદ રાખે છે.
આ બધાં કાર્યોના ઉજાશમાં તેમને રાષ્ટ્રપતિના હાથે પદ્મશ્રીનો ગૌરવવંતો પુરસ્કાર એનાયત થતાં જય જય ગરવી ગુજરાતની ગૌરવગાથામાં એક મહામૂલું સુવર્ણપિચ્છ ઉમેરાયું છે. આ પુરસ્કારથી ગુજરાત અને ગુજરાતી ધન્ય બન્યા છે!
તેઓશ્રીને પદ્મશ્રીના ખિતાબથી વિભૂષિત થવાના મંગલટાણે એક જૈનીના નાતે – એક ગુજરાતીના નાતે પ્રત્યેક જેની અને ગુજરાતીને આનંદ થાય જ એ સ્વાભાવિક છે. એ આનંદમાં સહભાગી બનવાનો આનંદ છે.
હજી પણ તેઓ પોતાના મેધાવી ક્ષયોપશમથી આ સર્જનયાત્રાને – આ જ્ઞાનયાત્રાને યશસ્વી મંઝિલે લઈ જાય. રત્નત્રયીની આરાધના-સાધના કરી સ્વ અને સર્વ જીવોને કલ્યાણને માર્ગે ગતિ કરવા પ્રેરણા આપતા રહે. તેઓ નિરોગી દીર્ધાયુષીના સ્વામી બનો એ જ મંગલ કામના.
140 મહામૂલું સુવર્ણપિચ્છ