________________
ખમીર અને ખમીરવંતાં દેશદાઝથી રંગાયેલાં મા જયાબહેન આઝાદી જંગની અસહકારની ચળવળનાં સાથી-સાક્ષી અને સહભાગી હતાં. ભારતમાતાની આઝાદી અંગેની ગાંધીબાપુની વાતો દીકરાને કરતાં. દીકરો એ વાત સાંભળતો અને દેશભક્તિના રંગે રંગાતો.
સત્તાવીશ વર્ષે કુમારભાઈએ પિતાની છત્રછાયા ગુમાવી. પિતાશ્રી નામી લેખક હતા. એમની લેખનકળા પર લોકો આફરીન હતા. સ્વમાની પરોપકારી, ઉદાર સ્વભાવના કારણે દુઃખિયાનાં આંસુ લૂછવા પોતાની મૂડી વાપરતા અચકાતા નહીં. પરિણામે જ્યારે તેઓ પરલોકના પંથના પ્રવાસી બન્યા ત્યારે માત્ર સાડા ત્રણસો રૂપિયાની રોકડ સિલક મૂકીને ગયા, પણ દીકરાને સુસંસ્કારોનો એટલો જબરદસ્ત વારસો આપીને ગયા કે એ દીકરાએ સાડા ત્રણસો રૂપિયામાંથી સાડા ત્રણસો અબજ કરતાં પણ વધારે ઇજ્જત મેળવી ! આજની તારીખમાં જો પિતાશ્રી હયાત હોત તો દીકરાના કામ પર ઓવારી ગયા હોત! ખમ્મા, મારા લાલ' એમ કહીને દીકરાને પ્રેમનાં આંસુઓથી નવડાવ્યો હોત. શ્રી કુમારભાઈનાં સર્જનયાત્રાના વિશાળ ફલકને જોતાં એમ લાગે છે કે આ બધાની પાછળ પિતાના અને વડીલોના દેવી આશિષ જ કામ કરી રહ્યા હશે અને એ અનુમાન ખૂબ વિશ્વસનીય લાગે છે.
આટલું બધું લખવા માટે કેટલું બધું વાંચ્યું હશે? આટલું વાંચ્યું ક્યારે લખ્યું ક્યારે અને કેવી રીતે ? સમય ક્યાંથી અને કેવી રીતે મેળવ્યો હશે ? આ સંદર્ભમાં એક વાત આવે છે:
“એને ઘણો સમય મળે છે, કારણ એ ઘણું કામ કરે છે.
એને સમય મળતો નથી, કારણ કે કશું કરતો નથી.” જેને કામ કરવું છે તેની પાસે સમયનો સુકાળ છે. જેને કામ કરવું નથી તેની પાસે સમયનો દુકાળ છે. જે સમયને સાચવે છે તેને સમય સાચવે છે.
“He who masters the time, masters the success too.' અગિયાર વર્ષની રમવાની ઉંમરે ‘ઝગમગીનું સર્જન કરનારનું જીવન પણ ઝગમગી ઊઠ્યું.
સૌરાષ્ટ્ર એટલે સિંહોની ધરતી. એ ધરતીનાં સંતાનો પણ સિંહ જેવાં જ હોય. શ્રી ઝવેરચંદ મેઘાણી જેવા મોટા ગજાના કવિ, લેખક અને ગાયકનાં લેખો અને ગીતો શ્રી કુમારપાળને વાંચવા મળ્યાં. મડદામાં પણ પ્રાણ પૂરે એવા ભડવીર શ્રી ઝવેરચંદ મેઘાણીનાં દેશદાઝથી ભરપૂર દેશભક્તિનાં તેજાબી ગીતોએ આખા મલકને જગાડ્યું. રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે? આ અને આવાં બીજાં કેટલાંય શૌર્યગીતોના રચનાર આ કવિ ઉપર દેશદ્રોહનો આરોપ મુકાયો અને બે વરસની જેલની સજા જાહેર થઈ. ન્યાયાધીશે શ્રી મેઘાણીને પૂછ્યું, “તમારે કંઈ કહેવું છે ?”, “હા, સાહેબ, મારે ગીત ગાવું છે.” શ્રી મેઘાણીની આ વાત સ્વીકારાઈ. ભારતની ગુલામીનું દેશભક્તિનું ગીત ગાયું જે સાંભળતા ન્યાયાધીશની આંખમાં પણ પાણી આવી ગયાં. આવાં યશસ્વી ગીતોના લખનાર-ગાનાર ઉપરાંત શ્રી ગુણવંતરાય આચાર્ય – કવિ કાગ એ
138 મહામૂલું સુવર્ણપિચ્છ