________________
બધાનો સુવર્ણકાળ હતો. એ બધાની વાણીના ઉજાશમાં શ્રી કુમારભાઈના જીવનમાં ઓજસ પથરાયાં અને જે દુનિયાને ઉજાશ આપે છે તેના ઇતિહાસ રચાય છે.
કૉલેજકાળમાં ‘વતન, તારાં રતન' વગેરે લખ્યા. ભારતમાતાના લાડીલા સપૂત – વામન છતાં વિરાટ, વંદનીય શ્રી લાલબહાદુર શાસ્ત્રીના જીવનચરિત્ર “લાલ ગુલાબની ૬૦ હજાર નકલો વેચાઈ જે પુસ્તક શિષ્ટવાચન પરીક્ષામાં પાઠ્યપુસ્તક તરીકે પસંદગી પામ્યું.
| વિકલાંગો માટેનું “અપંગનાં ઓજસ' કૃતિની રચના કરી. “અપાહિજ તન, અડિગ મન’ નામે એનો હિંદી અનુવાદ કર્યો. આ કૃતિએ કમાલ કરી. બ્રેઇલ લિપિમાં – હિંદીમાં અનુવાદિત થયું અને હવે અંગ્રેજી ભાષામાં રૂપાંતર પામશે ! તેઓશ્રીનું રસક્ષેત્ર ખૂબ વિશાળ છે.
મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યના અભ્યાસી આ લેખકે મસ્તયોગી આનંદઘનજીનાં પદો અને સ્તવનોની ૩૦૦ જેટલી હસ્તપ્રતોનો અભ્યાસ કરી તેના ઉજાશમાં આનંદઘનજીના કવિત્વને પ્રકાશમાં આપ્યું છે. અને આમ કરી આનંદઘનજી જેવા અઘરા અવધૂતને સમજવા માટે થોડા સહેલા કરી આપ્યા છે.
"Glory of Jainism', 'Essence of Jainism', 'The Timeless Message of Bhagwan Mahavir', Journey of Ahimsa' વગેરે કેટલાંયે પુસ્તકો અંગ્રેજી ભાષામાં લખીને જૈન ધર્મને દેશ-પરદેશમાં જીવતો અને જાગતો કર્યો છે.
કલમના આ કસબી કારીગરે જગતને ઊંચી કક્ષાના સાહિત્યની લહાણી કરી છે.
કહેવાય છે કે એકસો વિદ્યાર્થી ભણવા આવે એમાંથી દસ વિદ્યાર્થી પૂરેપૂરું ભણે અને એ દશમાંથી એક વક્તા બને છે. વક્તા બનવું એ ખૂબ જ અઘરી પ્રક્રિયા છે. શ્રી કુમારભાઈ એક અચ્છા વક્તા છે. એમની આ પ્રતિભાની વાતો દેશની સરહદ વટાવી પરદેશના પાદરે પહોંચી. છેલ્લાં કેટલાંય વર્ષોથી પરદેશમાં એમનાં વ્યાખ્યાનો યોજાય છે. એમની વાતો તાત્વિક-સાત્વિક અને માર્મિક હોય છે. વિસરાતી જતી આપણી માતૃભાષાને નવપલ્લવ બનાવવા દેશ-પરદેશમાં ઘણી મહેનત કરી રહ્યા છે.
કંઠમાં કુમાશ, હોઠ પર સ્મિત અને હૈયામાં પ્રીત રાખનાર આ નખશિખ સજ્જન સહુને વહાલા વહાલા લાગે છે. એ બોલતા ગમે, એ લખતા ગમે, એ સાંભળવા ગમે. એ બોલે ત્યારે એમ જ થાય કે એ બોલ્યા જ કરે. એમની કૃતિઓ એકી બેઠકે વાંચવાનું મન થાય એવી. જ્યારે કૃતિ વંચાઈ રહે ત્યારે એમ થાય કે હજુ વધારે લખ્યું હોત તો સારું થાત. વાંચ્યા પછી મને પ્યારું રહી જાય. વિષયની પકડ પણ જોરદાર.
૧૯૮૪માં વૅટિકનમાં પોપ જ્હૉન પૉલ સાથે મુલાકાત થઈ. જેમાં ધર્મદર્શન વિષે સાર્થક ચર્ચા કરી હતી. ભોજનનું નિમંત્રણ હતું. મેનુ બતાવવામાં આવ્યું. મેનુ જોઈ શ્રી કુમારભાઈએ કહ્યું, આવું બધું નહીં ચાલે.” તો પછી શું અને કેવું ચાલે ? ત્યારે કુમારભાઈએ “ભાત, શાક, કઢી’
139
નિર્વેદચંદ્રવિજયજી મ. સા.