________________
જીવનનું ગીત-સંગીત કે લય આપી જનારાં માબાપ ભાગ્યશાળીને સાંપડે છે. જીવનનો લય જેને સાંપડ્યો હોય તે ઝૂંપડીમાં પણ મસ્ત રહે છે અને લય ન પામેલો માણસ મહેલમાં પણ ત્રસ્ત હોય છે?
મહેલના ખ્વાબ ઘણા ભડકે બળે છે જગે, કુટિયા કો ઘાસ તણી હસતી મેં જોઈ છે; એક રંગ કંકુ ને એક રંગ લોહી છે,
ભૂલ કેમ ખાઉં? કહો, દુનિયા મેં જોઈ છે !” ગળામાં દસ તોલાની સોનાની ચેઇન હોય અને મન બેચેન હોય એનો શો અર્થ? પિતાશ્રીની આ મૂલ્યનિષ્ઠા કુમારપાળે આત્મસાત્ કરી છે અને તેથી જ એમનાં વિચાર, વાણી અને વર્તન એક અનોખું પરિણામ સાધે છે. મનુભગવાન મનુસ્મૃતિમાં કહે છે?
'लालयेत् पंचवर्षाणि दशवर्षाणि ताडयेत् ।
प्राप्ते तु षोडषे वर्षे पुत्रं मित्रवदाचरेत् ।' અર્થાતુ, પાંચ વર્ષ લાલન (માતાના ખોળામાં – સાંનિધ્યમાં) પછી દશ વર્ષ પાલન (શિસ્ત અને સંયમ પિતાના સાંનિધ્યમાં) પામેલું બાળક સોળમે વર્ષે પુખ્ત બની જાય છે અર્થાત્ મિત્રની કક્ષાએ પહોંચી જાય છે. સોળ વર્ષનું સંતાન એક અંગત મિત્રની જેમ સલાહ-સૂચન આપવા જેટલું સક્ષમ બની જાય છે.
કુમારપાળના જીવનઘડતરમાં માતાપિતાનો ફાળો બહુમૂલ્ય છે. પિતા પાસેથી કલમનો કસબ સાંપડ્યો તો માતાએ કાવ્યામૃતની કરુણાથી ભીતરી સંવેદનાને સંકોરી. “પુત્રનાં લક્ષણ પારણામાંથી' એ ન્યાયે અગિયાર વર્ષની કુમળી વયે એમણે લેખનકાર્યનાં શ્રીગણેશ કર્યો. પિતા તરફથી વારસામાં મળેલાં ખમીર અને ખુમારીને એમણે અધિક ઉડૂલ કરી બતાવ્યાં.
લખવા ખાતર લખવું અને પ્રેરણાદાયી લખવું, એમાં જમીન-આસમાનનો ફરક છે. એમના વામપુલ્યની જોડે સદા એક વિશિષ્ટ દૃષ્ટિ રહેલી છે. મરીઝ લખે છે :
પરિશ્રમ, જાગરણ સાહિત્યનો કાનૂન માગે છે, બીજા શબ્દોમાં કહીએ તો જિગરનું ખૂન માગે છે; નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પ વાણીથી,
નથી આકાશ ભીંજાતું કદી વાદળનાં પાણીથી !” વાદળથી ઉપર પણ એક નિરભ્ર અને નિર્મળ આકાશ હોય છે તે રીતે સુખદુઃખનાં વાદળિયાં જેને સ્પર્શી શકતાં નથી એવું હૃદયાકાશ જેની પાસે હોય તે નિર્ભેળ અને નિર્મળ સાહિત્ય
128 મૂલ્યસંવર્ધનનું અમૂલ્ય કાર્ય