________________
યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના ડીન અને અજોડ પત્રકાર છે. તેમની સાથે વાત કરવા બેસો તો લાગે પણ નહીં કે તેમણે આટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.
આવા અમારા સ્વજન ડૉ. કુમારપાળ દેસાઈને ભારત સરકારે પદ્મશ્રી'નો એવોર્ડ એનાયત કર્યો એ ક્ષણ અમારા માટે રોમાંચક બની રહી. તેમની આ નવી સિદ્ધિ તેમના મસ્તક ઉપર એક નવી યશકલગી સમાન છે. સાથે સાથે મારે એ પણ કહેવું જોઈએ કે આ એમની યશોગાથા પાછળ તેમનાં પ્રેમાળ પત્ની પ્રતિમાબહેનનો પણ સાથ અને સહકાર એટલા જ રહેલા છે. જેમ દરેક સફળ પુરુષની પાછળ અર્ધાગિનીનો સાથ રહેલો હોય છે તે વાત અહીં પ્રતિમાબહેને પુરવાર કરી આપી છે. અંતે સાહિત્યની દુનિયામાં અને પોતાના જીવનમાં હજુ વધુ ને વધુ સિદ્ધિઓ હાંસલ કરે તેવી અભ્યર્થના.
ટૉરન્ટ ફાર્માસ્યુટિકલ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનેકવિધ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા
126
પુરુષાર્થી સર્જક