________________
વ્યાપક પ્રેમધર્મ તરીકે વિસ્તાર છે. એમને આપણી સંસ્કૃતિનાં સત્યનિષ્ઠા, સૌંદર્યનિષ્ઠા, સમન્વયભાવના, મૂલ્યનિષ્ઠા, વિદ્યા, કલા, શીલ, સાહિત્ય, તત્ત્વજ્ઞાન વગેરે માટે ભારોભાર ગૌરવ છે. એ સાંસ્કૃતિક સમુદ્ધાર માટે લખે છે. એટલે સાંપ્રત જીવનમાં જ્યાં જ્યાં સંસ્કૃતિનો અને વ્યાપક માનવતાનો દ્રોહ થતો દેખાય છે, ત્યાં આપણા સાંસ્કૃતિક જીવનની સમીક્ષા કરે છે. કેમ જીવવું?’નો ઉત્તર એમના જીવન અને સાહિત્યમાંથી જડી રહે. એ સાહિત્યને ખાતર સાહિત્યમાં માનતા નથી. ‘કલાને ખાતર કલા' એ એમનું ધ્યેય જ નથી. ગાંધીજીએ કહ્યું હતું કે જીવન સૌ કલાથી અદકું છે. ઉત્તમ જીવી જાણે તે જ ઉત્તમ કલાકાર. કુમારપાળનો પુરુષાર્થ આ જીવનમાં મીમાંસક અને કલાકાર થવાનો છે. સાહિત્ય એટલે જીવનની સમીક્ષા' એવી સમજ સાથે તે સાહિત્યનું સર્જન કરે છે. ટૉલ્સ્ટોયની જેમ સાહિત્ય દ્વારા ભાવાત્મક ઐક્ય ઊભું કરવા માગે છે. એ સાંસ્કૃતિક હેતુપુર:સર લખે છે, વ્યાખ્યાનો આપે છે અને દેશવિદેશમાં સાંસ્કૃતિક પરિવ્રાજક તરીકે વિચરે છે.
જૈનદર્શનના એ ઊંડા અભ્યાસી છે અને એ દ્વારા સમગ્ર આર્ય સંસ્કૃતિને તે વિશ્વમાં વિસ્તાર છે. એ જીવન-પ્રબોધક પરિવ્રાજક આચાર્ય છે. મોટે ભાગે એ જીવનનાં સનાતન મૂલ્યો માટે મથે છે અને તેને આધુનિક જીવનના સંદર્ભમાં પણ જાળવી રાખવા માગે છે. એ માનવતાના પ્રતિબદ્ધ સારસ્વત છે. એમના સાહિત્યમાંથી ભૂલેચૂકેય કોઈને ખોટો જીવનસંદેશ ન પહોંચે. એમની સાહિત્ય છાબ પણ પત્રપુષ્પવાળી આ શ્રીમાળી તણી છાબ છે.”
એમનું સઘળું સાહિત્ય જીવનલક્ષી છે. બાળકોને પ્રેરણા આપે એવી સામગ્રી પીરસી છે. બાળક કેમ ડાહ્યોડમરો” થાય અને આ વતનનું રતન બની રહે, નાની ઉંમરે પણ મોટું કામ કરે અને નાના હૈયામાં પણ મોટી હિંમત લઈ આગળ વધે, સાચના સિપાહી બને એને માટે તેમણે પ્રેરણાત્મક વાર્તાઓ, પ્રસંગો, ચરિત્રો અને દૃષ્ટાંતકથાઓ આપ્યાં છે. નવશિક્ષિતોમાં “માનવતાની મહેક મહેકે એ માટે ‘બિરાદરી' ને મોતીની ખેતી’ જેવા પદાર્થપાઠ આપ્યા છે. ‘અપંગનાં ઓજસ' જેવાં પ્રેરણાપ્રદ ચરિત્રો આપ્યાં છે. ચિંતનાત્મક સાહિત્ય પણ સારું એવું સર્યું છે. કેમ કરીને ઝાકળ મોતી' બને તેની ચિંતા સેવી છે, ને ચિંતન કર્યું છે. એમણે ‘એકાંતે કોલાહલની વાર્તાઓ લખી છે એ પણ મહદંશે જીવનલક્ષી જ છે. જીવન અને ઉજ્વળ જીવનને બાજુ પર મૂકીને એમણે કક્કાનો “ક” પણ માંડ્યો નથી.
હા, કુમારપાળનું અધઝાઝેરું સાહિત્ય જીવનલક્ષી છે, પણ એ સાવ લલિતેતર નથી. એમાં ભારોભાર લાલિત્ય છે. રસ ન પડે એવું તો તે કંઈ લખતા જ નથી. એ ખરું કે તે કવિતા, નાટક કે નવલકથાના સર્જક નથી. એ અર્થમાં તેમને રસાત્મક અને કલાત્મક સાહિત્યના સર્જક ન કહી શકાય. એ કવિ નથી, નાટ્યકાર નથી, નવલકથાકાર નથી. જયભિખ્ખનો એક સમર્થ નવલકથાકાર અને નાટ્યકાર તરીકેનો વારસો એમણે આત્મસાત્ કર્યો નથી. જયભિખુની
131
બહેચરભાઈ પટેલ