________________
માનવતાના
પ્રતિબદ્ધ
સારસ્વત
બહેચરભાઈ પટેલ
પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ એક શીલભદ્ર સારસ્વત છે. પિતાશ્રી જયભિખ્ખુના ધર્મ, સાહિત્ય અને સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને તેમણે ઉજાળ્યો છે. એ સાહિત્ય, ધર્મ અને સંસ્કારને વરેલા છે. મેં હમણા જ એક મિત્રના સંદર્ભમાં એમને કહ્યું હતું કે તે રંગદર્શી છે અને તમે શિષ્ટતાવાદી છો. કુમારપાળ શિષ્ટ અને મિષ્ટ સાહિત્યકાર અને સ્નેહી જન છે. એમણે રસ અને પુણ્યની પાળ કદી ઓળંગી નથી. એ જડ કરતાં જીવંત-ચેતનને અને જીવન કરતાંય જીવનમૂલ્યોને વિશેષ મહત્ત્વ આપતા માણસ છે. એ મૂલ્યનિષ્ઠ માણસ છે, મૂલ્યનિષ્ઠ અધ્યાપક છે, મૂલ્યનિષ્ઠ સાહિત્યકાર છે. એમણે વ્યાપક જીવનદર્શન અપનાવ્યું છે અને સઘળી મૂલ્યનિષ્ઠા જાળવી છે. સામાન્ય રીતે એ સંઘર્ષના માણસ નથી, સંવાદના માણસ છે. પણ જ્યાં સંઘર્ષ કરે છે ત્યાં મૂલ્ય માટે જ કરે છે. એમને ગમે તેમ લખવાનું ફાવતું નથી. એ સદાય પ્રેરણાપ્રદ સાહિત્ય લખે છે. ઈંટ અને ઇમારત'ના કે એમના અન્ય વિભાગોના લેખો દ્વારા એ સમાજને અને વિશેષતઃ નવી પેઢીને જીવનમૂલ્યોનો બોધ આપે છે. એમની એકેય વાત કે દૃષ્ટાંતકથા એવી નથી હોતી, જેમાંથી ધ્વનિરૂપે કોઈ જીવનમૂલ્ય સ્ફુટ ન થાય.
કુમારપાળ એક સાંસ્કૃતિક વ્યક્તિ છે. મુખ્યત્વે ભારતીય સંસ્કૃતિ અને તેના જ અંશ એવા જૈન ધર્મદર્શનને પુરસ્કા૨ીને ચાલે છે. ‘અહિંસા પરમો ધર્મ:’ એ એમનું જીવનસૂત્ર છે. અને અહિંસાને તે
130
!