________________
હશે ? જે સ્વપ્નને નક્કર અને વાસ્તવિક સ્વરૂપ આપતા હોય છે એમનું માનસપટ હંમેશ નિર્મળ, સરળ, સૌમ્ય અને શાંત હોય છે. ત્યાં બિનજરૂરી વિચારોનો કોલાહલ નથી હોતો. એટલે આશ્ચર્ય કહો કે વિસ્મય, કુમારપાળભાઈને ઊંઘમાં ક્યારે પણ કોઈ સ્વપ્ન આવતાં જ નથી ! એમનું દરેક સ્વપ્ન જાગ્રત અવસ્થામાંનું છે, વિચાર અને ચિંતનના મંથનમાંથી ઊભરી આવતા જીવંત અને તરવરતા ભવિષ્યનું નિર્માણ કરવા સર્જાયેલા ઊર્ધ્વગામી તરંગો છે એટલે જ એમનાં તમામ સ્વપ્નો સાકાર થાય છે.
કુમારપાળભાઈની વાત કરીએ ત્યારે પ્રતિમાબહેનને કેમ ભુલાય ? જે સૌમ્યતા અને પ્રસન્નતા કુમારપાળભાઈમાં ઝળકતી દેખાય છે તેવાં જ શાંતમૂર્તિ પ્રતિમાબહેન છે. તેમના સશક્ત ટેકાથી જ એમનાં સિદ્ધિનાં સોપાન સરળ થતાં ગયાં છે.
આવા પરમ સ્નેહી, સંસ્કારમૂર્તિ, સુહૃદ કુમારપાળભાઈ દેસાઈને પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો, ત્યારે હયું હર્ષથી પુલકિત થઈ ગયું. પરગજુ, ઘરનું દિવેલ બાળી બીજાના ઘરમાં પ્રકાશ પાથરનાર, ભાંગ્યાના ભેરુ, મસ્ત કવિ આનંદઘનજીની જેમ સંકુચિતતાની દીવાલોને અને બાહ્ય અવરોધોને ફગાવી દઈને મુક્ત વિહાર કરનાર ડૉ. કુમારપાળભાઈ દેસાઈની ઊર્ધ્વગામી યાત્રામાં પદ્મશ્રીનો એવૉર્ડ એક વિશિષ્ટ સીમાચિહ્ન છે.
જેન એકેડેમી, કોલકતાના પ્રમુખ, જૈન ગ્રંથોના સંપાદક અને સાહિત્યરસિક, વ્યવસાયે એન્જિનિયર
114. આગવી પ્રતિભાની અમીટ છાપ