________________
અખબારમાં આ કૉલમ ઉપરાંત પારિજાતનો પરિસંવાદ, ઝાકળ બન્યું મોતી', “આકાશની ઓળખ અને સ્પોર્ટ્સ વર્લ્ડ સહિત છએક કૉલમો તેમની અનેકવિધ ક્ષેત્રોની અત્યંત વ્યસ્તતા અને વારંવારના વિદેશપ્રવાસો વચ્ચે પણ એકધારી પ્રગટ થતી રહી છે. આમાં ઉલ્લેખનીય બાબત એ છે કે એમણે પોતાની કૉલમમાંથી પુસ્તકનું સર્જન નથી કર્યું. અખબારમાં પ્રકાશિત થતું લખાણ સીધેસીધું પુસ્તક રૂપે છપાવવાની જ્યાં દોડ ચાલતી હોય ત્યાં આ બાબત નવાઈરૂપ લાગે, કારણ એ જ કે તેઓ અખબારી લેખન અને સાહિત્યિક લેખનને જુદી જ તરાહ માને છે. જ્યારે કોઈ કૉલમના લેખને પુસ્તકમાં મૂકવાની જરૂર પડે ત્યારે તેઓ આખુંયે લખાણ નવેસરથી લખે છે.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીના ભારત ખાતેના કો-ઓર્ડિનેટર કુમારપાળ દેસાઈનું જેનદર્શન અને ભારતીય સંસ્કૃતિના પ્રસાર માટેનું કાર્ય વિશ્વફલક પર વિસ્તર્યું છે. પચીસથી વધુ વખત વિદેશપ્રવાસ ખેડી ચૂકેલા કુમારપાળ દેસાઈએ પ્રવચનો આપવા ઉપરાંત જુદાં જુદાં કેન્દ્રોમાં પુસ્તકાલય, ગુજરાતી,હિંદી શિક્ષણના વર્ગો અને ભારતીય સંસ્કૃતિ તથા જેનદર્શનને લગતાં મ્યુઝિયમો વગેરેની રચના માટે સક્રિય સહયોગ પૂરો પાડ્યો છે. લોસ એન્જલસ, ન્યૂ યૉર્ક, માન્ચેસ્ટર, હ્યુસ્ટન જેવાં શહેરોમાં આ કેન્દ્રો વિકસાવવા ભારતથી સહયોગ પૂરો પાડ્યો છે. ૧૯૯૩માં શિકાગોમાં અને ૧૯૯માં દક્ષિણ આફ્રિકાના કેપટાઉન ખાતે યોજાયેલ વિશ્વધર્મ પરિષદમાં જૈનદર્શનની એમની માર્મિક રજૂઆતોએ આંતરરાષ્ટ્રીય ફલક પર આગવું સ્થાન ઊભું કર્યું છે. ૨૦૦૧માં ભગવાન મહાવીરની ર૬૦૦મી જન્મકલ્યાણક સમિતિ તરફથી વડાપ્રધાનશ્રી વાજપેયીજીના હસ્તે એમને જેનરત્ન'નો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ગુજરાત સરકારે અહિંસા યુનિવર્સિટી સ્થાપવાનો વિચાર કર્યો તો એના માટે એક્ટ એન્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં કુમારપાળ દેસાઈએ મહત્ત્વની કામગીરી બજાવી છે. હાલમાં વિદેશોમાં રહેલી જેન હસ્તપ્રતોના સૂચીકરણનો છ કરોડના અંદાજિત ખર્ચવાળો પ્રોજેક્ટ તેઓ સંભાળી રહ્યા છે, જેના મુખ્ય પેટ્રન ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપેયી છે.
ડૉ. કુમારપાળ દેસાઈના સમગ્ર સર્જન માટે વર્ષ ૨૦૦૮માં એમને ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક અર્પણ થયો. એમને મળેલાં કેટલાંક માન-અકરામોમાં ગુજરાત યુનિવર્સિટી તરફથી બે વખત ડૉ. કે. જી. નાયક ચંદ્રક, હરિઓમ આશ્રમ પ્રેરિત પારિતોષિક, જૈન સેન્ટર ઓફ નોર્ધન કૅલિફોર્નિયા તરફથી ગૌરવ પુરસ્કાર, બ્રિટનની સત્તર જેટલી સંસ્થાઓએ એકત્ર થઈને એનાયત કરેલો હેમચંદ્રાચાર્ય એવૉર્ડ, નાનુભાઈ સુરતી ફાઉન્ડેશન તરફથી સંસ્કૃતિ ગૌરવ એવોર્ડ', અહિંસા ઇન્ટરનેશનલ તરફથી દીપ્તિમલ આદીશ્વરલાલ લિટરરી એવોર્ડ’, ‘હ્યુમન વૅલ્યુઝ એન્ડ કલ્ચર હેરિટેજ એવૉર્ડ તથા શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર તરફથી સંસ્કૃતિ સંવર્ધન એવૉર્ડ' – આ ઉપરાંત બીજા અનેક એવોડૅ, પુરસ્કારો તથા માન-સંમાનોથી એમને નવાજવામાં આવ્યા છે.
ii8
શાલીન વ્યક્તિત્વ