________________
સાહિત્ય, સરળતા અને વિદ્વાનો ત્રિવેણીસંગમ
અને સાહિત્યની કથાઓમાં અત્યંત મશહૂર મહારાજા કુમારપાળના નામેરી ડૉ. કુમારપાળ દેસાઈના વ્યક્તિત્વ-કર્તુત્વ વિષે લખવું એ ઘણું કપરું કામ છે. એમની બહુમુખી પ્રતિભાના એકાદ-બે બિંદુઓને જ માત્ર સ્પર્શી શકાય એ ભાવના સાથે થોડા શબ્દો કંડારવાનો આ પ્રયત્ન છે.
તેઓ જૈન સાહિત્યના પ્રખર જ્ઞાતા, જૈન પ્રવચનકાર, જૈનદર્શનના ઊંડા અભ્યાસી તથા જૈન આચાર્યો તથા જૈન સાધકોના જીવનના વિશેષજ્ઞ છે. એમનાં લખાણોમાં અને પ્રવચનોમાં તટસ્થ અને સત્ય ભાષાનો પ્રયોગ થયો છે. એમણે લખેલાં બે પુસ્તકો વિશે મારા પ્રતિભાવ આપું છું.
(૧) મૂળ માર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર' : શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ ૨૦૦૦માં પ્રકાશિત કરેલા આ પુસ્તકનાં દરેકે દરેક મનોરમ્ય પૃષ્ઠો, વિષયને અનુરૂપ આકર્ષક મુખપૃષ્ઠ (જેકેટ), નયનરમ્ય છપાઈ, બોલતી તસવીરો, કલામય સુશોભનો વગેરેથી અનેક રીતે અત્યંત ગમી જાય એવા આ ગ્રંથ-દેહનો આત્મા છે એનું સરળ પણ સચોટ લખાણ અને એના સર્જક છે આપણા મૂર્ધન્ય સાહિત્યકાર કુમારપાળ દેસાઈ. આરંભેથી કરીને ૮૦મા પ્રકરણ એટલું જ માગું સુધી એમની કલમનો કસબ દેખાઈ આવે છે. એક દિવ્ય જ્યોતિ સ્વરૂપ મહાન આત્માના જીવન-કથનને શબ્દોમાં કંડારવાની વિરલ શક્તિ શ્રી કુમારપાળમાં છે. શ્રીમજી જેવા અલૌકિક આત્માના વિલક્ષણ અનુભવોને શબ્દોમાં સીમાબદ્ધ કરવાનો એક પ્રમાણિક પ્રયત્ન કુમારપાળે કર્યો છે. કૃપાળુદેવ જેવી મહાન વિભૂતિ વિષે પ્રમાણભૂત ચરિત્ર લખવા માટે ભગીરથ પુરુષાર્થ એમણે કર્યો છે. પ્રત્યેક પૃષ્ઠમાં એક
મિભાઈ ઝવેરી
122