________________
થોડું અંગત
અંમત
રતિલાલ બોરીસાગર
કુમારપાળ દેસાઈ, ગુજરાતી સાહિત્યના
મોટા ગજાના સાહિત્યકાર ‘જયભિખ્ખુ’ના પુત્ર કુમારપાળ દેસાઈ, પ્રોફેસર કુમારપાળ દેસાઈ, ભાષાસાહિત્ય-ભવનના અધ્યક્ષ કુમારપાળ દેસાઈ, ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય સભાના મંત્રી તરીકે અને ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપાધ્યક્ષપદે રહી યશસ્વી કામગીરી બજાવનાર કુમારપાળ દેસાઈ, વ્યાખ્યાનો માટે દેશવિદેશમાં ઘૂમી વળેલા ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન કુમારપાળ દેસાઈ, સત્ત્વશીલ અને પ્રેરક સાહિત્યના સર્જક કુમારપાળ દેસાઈ, વિવેચક કુમારપાળ દેસાઈ, વિવિધ સાહિત્યલેખન માટે પારિતોષિકો અને એવૉર્ડો મેળવનાર કુમારપાળ દેસાઈ, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે મૂલ્યવાન સેવા કરનાર કુમારપાળ દેસાઈ, અનેક ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા કુમારપાળ દેસાઈ અને હવે પદ્મશ્રી કુમારપાળ દેસાઈ.... આ યાદી પણ કંઈ સાવ સંપૂર્ણ નથી. સતત નવાં નવાં છોગાં આ નામ સાથે જોડાતાં રહ્યાં છે ને જોડાતાં રહેશે. અનેક છોગાંઓ ધરાવતી મોટા ભાગની વ્યક્તિઓ એવી હોય છે કે છોગાંઓથી અલગ પાડીને એમને જોઈ શકાતી નથી. કર્ણના કવચ-કુંડળની જેમ એ છોગાં વ્યક્તિ સાથે અભેદભાવથી ચોંટેલાં રહે છે – જન્મથી ન મળ્યાં હોવા છતાં. એ છોગાંઓ ઉખાડી લો તો પછી એમનું પોતીકું કહી શકાય એવું ઓછું બચે છે. પરંતુ આમાં જે કેટલીક વ્યક્તિઓ સુખદ અપવાદરૂપ હોય છે તેમાં એક નામ છે કુમારપાળ
94