________________
મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, દુલેરાય કારાણી, કાગબાપુ, ધીરુભાઈ ઠાકર, ચંદ્ર ત્રિવેદી ઇત્યાદિના અંગત અને આત્મીય સંપર્કમાં આવવાનું બન્યું ત્યારથી કુમારપાળના કિશોર માનસમાં સાહિત્યકારની એક ઊજળી છબી અંકાઈ હતી. કારણ કુમારપાળ કહે છે તેમ તેમના વ્યવહારમાં – વાતચીતમાં માત્ર આનંદ અને સ્નેહ જ છલકાતા હતા. કોઈની કશી ટીકા કે દ્વેષ નહીં. આથી માનવા લાગ્યો કે સાહિત્યકાર એ મૂઠી ઊંચેરો માનવી હોય છે.” જીવનમાં આગળ જતાં કુમારપાળને પોતાનું એ મંતવ્ય બદલાવવું પડ્યું તેવા અનુભવ થયા હોય એ શક્ય છે પરંતુ પોતાની જાત માટે તેમણે એ માપદંડમાં કદી બાંધછોડ કરી હોય એમ જણાતું નથી.
ધૂમકેતુની એક કૉમેન્ટે તેમને જૈન દર્શનના ઊંડા અભ્યાસમાં ધકેલી દીધા. ધૂમકેતુએ કહ્યું, “મીરાંબાઈ આપણા હિંદુ સમાજનાં અધિષ્ઠાત્રી કવયિત્રી બની ગયાં છે પરંતુ આનંદઘન જેવા કવિની આધ્યાત્મિક ઊંચાઈ સુધી કોઈ પહોંચ્યું નથી.” આ સાંભળી કુમારપાળે આનંદઘનજી પર સંશોધન કરવાનો વિચાર કર્યો અને ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ “આનંદઘન – એક અધ્યયન' વિષય પર પીએચ.ડી. કર્યું. એ સંશોધનમાં તેમણે મધ્યકાલીન સંતોની સાથે આનંદઘનજીનું તુલનાત્મક સંશોધન પણ કર્યું. ત્યારબાદ કુમારપાળનાં લખાણોમાં જૈન સાહિત્ય અને વિચારો તેમજ આધ્યાત્મિકતાના રંગો ઉમેરાયા.
જયભિખ્ખના અવસાન પછી ગુજરાત સમાચારે' કુમારપાળને પિતાની કૉલમ ‘ઈટ અને ઇમારત” ચાલુ રાખવાનું કહ્યું અને આજે ત્રણ દાયકાથી પણ વધુ સમય સુધી એ કટાર ચાલુ રહી છે. પત્રકારત્વની તાલીમ વાસુદેવભાઈ પાસેથી પામેલા કુમારપાળ કૉલમલેખન અને સાહિત્યસર્જન ઉપરાંત પત્રકારત્વના વિદ્યાર્થીઓના માર્ગદર્શક-ગુરુ પણ છે. તેમણે એ વિષયનાં પુસ્તકો વિદ્યાર્થીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લખ્યાં છે.
સાહિત્યસર્જન અને જીવનમાં પણ પિતાની શીખ “ધૂપસળી જેવું જીવન જીવો' કુમારપાળે પૂરી આત્મસાત્ કરી છે. પોતાનાં લેખન, વાણી કે વ્યવહાર થકી વાચક અને સમાજને આંતરબાહ્ય રીતે સમૃદ્ધ કરવાનું ધ્યેય સતત તેમની પાસે રહ્યું છે.
તેમની દીર્ઘ અને સત્ત્વશીલ સાહિત્ય-સર્જનયાત્રાને વિવિધ સાહિત્યિક-સામાજિક ને ધાર્મિક સંસ્થાઓ દ્વારા સમય સમય પર બિરદાવાઈ છે અને સન્માનિત કરાઈ છે. ગુજરાત સાહિત્ય સભા દ્વારા એનાયત કરાયેલો ધનજી કાનજી સુવર્ણચંદ્રક તેમાં તાજું ઉમેરણ છે. સરસ્વતીના આ સાધકની કલમ જેવું જ વરદાન તેમની વાણીને પણ મળ્યું છે. જેનદર્શન વિશેના તેમના ઊંડા સંશોધનાત્મક અભ્યાસ અને બહોળા વાચનનો લાભ તેમનાં પ્રવચનો દ્વારા દેશ અને દુનિયાના અનેક શ્રોતાઓ લઈ રહ્યા છે. હમણાં પણ તેઓ પર્યુષણ
.
૪
તરુ કજારિયા