________________
વ્યાખ્યાનમાળા માટે ન્યૂજર્સી ગયા છે. આગામી ચાર વર્ષ માટેનાં તેમનાં વ્યાખ્યાનો માટે જુદા જુદા દેશના જૈન સમાજે તેમને બુક કરી લીધા છે. વિદેશના તેમજ દેશના અંગ્રેજી જ જાણનાર વાચકો માટે જૈનદર્શનનાં કુમારપાળે અનુવાદિત કરેલાં પુસ્તકો ખૂબ ઉપયોગી પુરવાર થયાં છે.
ઘણી વાર વિચાર આવે છે કે કુમારપાળ આટલું બધું કરવાનો સમય શી રીતે કાઢતા હશે? અને જવાબ તેમની પેલી સાહિત્યકાર વિશેની મૂઠી ઊંચેરા માણસવાળી વિભાવનામાં જ મળે છે. નિર્ભર, નિખ, સૌજન્યસભર વ્યક્તિત્વ અને સામાને સહાયભૂત થવા તત્પર એવી નિરાળી પ્રકૃતિ કુમારપાળનો સમય અન્યત્ર વેડફાવા દેતા નથી એ પણ કદાચ તેમની આવી ઉમદા પ્રવૃત્તિશીલતાનું કારણ હોઈ શકે.
(“જન્મભૂમિના કલમ અને કિતાબ વિભાગમાં (ર-૯-૨૦૦૨) પ્રગટ થયેલો લેખ).
0 સત્ત્વશીલ સાહિત્યકાર, સૌજન્યશીલ ઇન્સાન