________________
સાહિત્ય સાથેનો નાતો તો જન્મજાત. ઉછેર પણ સાહિત્યરત મા-બાપના હાથે અને બાપુજીના સાહિત્યસર્જનને કારણે પુસ્તકો સાથેનો સાતત્યપૂર્ણ સહવાસ. આ બધાંને પરિણામે અને જે કંઈ વાંચ્યું તેના આધારે સાહિત્યકારની છબી એક ઊંચી જાતનો, નોખી ભાતનો ઇન્સાન એવી અમારા મનમાં ઊપસેલી પરંતુ અઢી દાયકા પહેલાં મુંબઈ આવવાનું અને રહેવાનું થયું ત્યારે અન્ય કેટલીક ભ્રમણાઓ ભાંગી તેમાંની એક આ ઉપલી છબી પણ હતી. સાહિત્ય, કલા કે સંસ્કૃતિનાં ક્ષેત્રો પણ રાજકારણથી અલિપ્ત નથી તેની જાણ અને પાછળથી ખાતરી પણ થઈ પરંતુ અહીં પણ કેટલાક સુખદ અપવાદો છે તે પરમ સંતોષકારી બાબત છે. કુમારપાળ દેસાઈ આવો જ એક અપવાદ છે. એમના નામને સાહિત્યજગતમાં કોઈ વિવાદ, વાદ, દ્વેષ કે ટાંટિયાખેંચ પ્રવૃત્તિ સાથે જોડી શકાયું નથી. કુમારપાળનો પરોક્ષ પરિચય તો ઘણો જૂનો પરંતુ પ્રત્યક્ષ પરિચય ‘જન્મભૂમિ'માં જોડાયા પછીનો. ‘જન્મભૂમિ'માં તેમની નિયમિત કૉલમ વ૨સો સુધી પ્રગટ થઈ. ત્યાર પછી તેમના પુસ્તકપ્રકાશન પ્રસંગની નોંધ કે દેશ-વિદેશમાં જૈન ધર્મ અંગેની પરિષદો કે વ્યાખ્યાનમાળામાં તેમનાં વક્તવ્યોના સમાચાર મળતા રહે. ચિત્ મળવાનું પણ બને. વચમાં ‘જૈના’ના આમંત્રણે મારે અમેરિકા જવાનું થયું ત્યારે સાહિત્યમાં જૈનત્વ વિશેના મારા વક્તવ્યની તૈયારી માટે
87
સત્ત્વશીલ સાહિત્યકાર,
સૌજન્યશીલ ઇન્સાન
તર ઉજારિયા