________________
માસ
કુમારપાળ
કટલાક અટપટા વિષય માટે ઘણી વાર આવું કહેવાતું હોય છે : તમે એ વિશે કશું ન પૂછો તો હું એના વિશે ઘણું જાણું છું, પણ તમે જો એ વિશે કશું પૂછો તો હું કશું જાણતો નથી. કુમારપાળનું વ્યક્તિત્વ અનેક સંદર્ભો, અનેક સંબંધો દાખવે છે. એ રીતે એમના વિશે કશું કહેવાનું હોય ત્યારે પેલા અટપટા વિષય જેવી જ મૂંઝવણ સામે આવીને ઊભી રહે છે. પણ એનો એક તોળ મળી આવે છે. કુમારપાળના સંપર્કમાં આવેલા દરેકને એમના પોતાના એક કુમારપાળ છે. બસ, આમ થતાં પેલું અટપટાપણું દૂર થઈ જાય છે. વાત કરનારને કે તેમના વિશે લખનારની સામે પછી એમના પોતાના કુમારપાળ આવીને ઊભા રહે છે.
મારી સામે પણ “મારા” જ કહી શકાય એવા એક કુમારપાળ છે. ઓગણીસો છાસઠસડસઠનાં એ વર્ષો હતાં. મોડાસા ત્યારે ડૉ. ધીરુભાઈ ઠાકરસાહેબ પાસે હું એમ.એ. કરું, સાથે અધ્યાપનકાર્ય પણ કરું. ક્યારેક તેઓ કુમારપાળનો નિર્દેશ કરે, પોતાના મિત્ર જયભિખ્ખના એ એકનું એક સંતાન – પુત્રરત્ન છે એવું પણ ત્યારે વાતચીતમાં એમની પાસેથી જાણેલું. કુમારપાળને ત્યારે મેં જોયેલા નહિ, મને પેલા કુમારપાળ', રાજવી કુમારપાળનું ત્યારે સ્મરણ જાગે. સડસઠ પછી મેં મારા મહાનિબંધનું કાર્ય આરંભ્ય. કુમારપાળ વિશે પછી ક્યારેક ક્યારેક ઠાકરસાહેબ વાત કરે, અને કુમારપાળે આનંદઘન ઉપર કામ શરૂ કર્યું પછી તો એ વિશે ઠાકરસાહેબ ઉમળકાથી વાત કરે. તેમનું સંશોધનકાર્ય પણ તેમણે ઠાકરસાહેબ પાસે જ શરૂ કરેલું. એ રીતે
પ્રવીણ દરજી