________________
:
"
કડ
જીવનસાઘનાની
ફલશ્રુતિ
એક લોક-કહેવતમાં કહ્યું છે કેઃ બાપ નામી તો દીકરાને કાંઉ ? પણ દીકરો કરભી તો બાપને લ્હાવ'
અર્થાતુ પિતા ગમે એટલો મહાન હોય, કીર્તિવંત હોય એથી પુત્રને શું લાભ? પણ પુત્ર કરમી થાય તો આ દીકરો મારો છે એમ કહેવાનો લહાવો પિતાને પ્રાપ્ત થાય છે. પણ અહીં પિતાથી પુત્ર શોભે અને પુત્રથી પિતાને ગૌરવ થાય એવી વિરલ ઘટના ડૉ. કુમારપાળ દેસાઈના જીવન સાથે જોડાયેલી છે.
ખેડૂતનો દીકરો ખેડૂત બને, વેપારીનો દીકરો વેપારી બને, વકીલનો દીકરો વકીલ બને અને ડૉક્ટરનો દીકરો ડૉક્ટર બને એની આપણે ત્યાં કાંઈ નવાઈ નથી; પણ સમર્થ સર્જકનો દીકરો મૂલ્યનિષ્ઠ અને સત્ત્વશીલ સાહિત્યનો સર્જક બની સાહિત્ય, શિક્ષણ, સંશોધન, સંસ્કૃતિ અને પત્રકારત્વ જગતને અજવાળે, જેનદર્શન-ચિંતનને વધુ ઉજ્જવળ બનાવી જગતચોકની વચમાં મૂકી સમગ્ર ભારતવર્ષને ગૌરવ અપાવે એવો અકસ્માત સમાજજીવનમાં કોક કોક કાળે જ સર્જાતો હોય છે. આવો સુખદ અકસ્માત સર્જનાર બહુમુખી પ્રતિભા ધરાવનાર લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર છે ડૉ. કુમારપાળ દેસાઈ પદ્મશ્રીનું ઉચ્ચ સન્માન પ્રાપ્ત કરનાર, જેન વિચારધારાના પ્રખર પુરસ્કર્તા એવા આ નિષ્ઠાવાન સાહિત્યકારને સૌથી વધુ વિદેશયાત્રા કરવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે એમ કહી શકાય. ઈ. સ.
- જોરાવરસિંહ જાદવ
65