________________
પહોંચતા નથી જ્યાં લોકપ્રિય વાચન, મનોરંજક વાચનના સર્જકોને પણ પ્રકાશકો મળતા નથી ત્યાં આવા ગંભીર વિષયના નિબંધોનાં પુસ્તકો કોણ છાપે ? એટલું ન થાય તો છેવટે કયા કયા વિષયો પર સંશોધન થયું છે તેની રૂપરેખા, કોણે કર્યું, તેનો પરિચય વગેરે પ્રગટ કરવાં જોઈએ. આ તો કીમતી ધન કબાટમાં – અંધારામાં સંઘરાઈને પડ્યું રહે છે. આ લેખ વાંચી, જાણીતા ચંદરયા પરિવારના મુ. શ્રી રતિભાઈ ચંદરયાએ મને પત્ર લખ્યો અને ફોન પણ કર્યો – ‘તમે લખો છો પણ એવું કોઈ કામ કરવા તૈયાર હોય તો હું નાણાકીય મદદ કરવા તૈયાર છું.’
એ વિષયમાં નજર કોના ઉપર પડે ? મેં શ્રી કુમારપાળને પત્ર લખ્યો. તેમણે સહકાર આપવાની ખાતરી આપી. તેમણે એમ પણ જણાવ્યું કે ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં જેનદર્શનનાં વિવિધ અંગો પર થયેલ સંશોધનોની સૂચિ તૈયાર થઈ છે. મુંબઈ યુનિવર્સિટી માટે તેવી સૂચિ તૈયાર કરવી જોઈએ. તેમનામાં કાર્ય કરવાની ધગશ અને તત્પરતા હતી, પરંતુ મારી તબિયત જોઈએ તેવી સારી ન હોવાથી હું એ કાર્યમાં આગળ વધી શક્યો નહિ. કુમારપાળ માટે તો અનેક પ્રવૃત્તિઓ રાહ જોઈને પડી હોય.
આવા ઉત્સાહી, મિલનસાર, વિદ્વાન, જૈનદર્શનના જ્ઞાતાને જેટલા ચંદ્રકો, એવૉઝ મળે એટલા ઓછા છે. ગુજરાતના ઇતિહાસમાં એક રાજવી કુમારપાળનું નામ પ્રસિદ્ધ છે તેમ વીસમી સદીના જેન કોમ કે જૈન ધર્મના – સમાજના ઇતિહાસમાં આ કુમારપાળનું નામ અંકિત રહેશે.
જૈન સમાજમાં કેટલાક અગ્રણી વિદ્વાનો, જેઓની કીર્તિ જૈન જગતની બહાર પ્રસરેલી તેવી માનનીય વ્યક્તિઓનાં નામ આપણે જાણીએ છીએ. તેઓમાં સ્વ. મોતીચંદભાઈ કાપડિયા, સ્વ. પરમાનંદ કુંવરજી કાપડિયા, સ્વ. વા. મો. શાહ અને સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ વગેરે છે. તેમની પંક્તિમાં બેસવાની યોગ્યતા ડૉ. કુમારપાળની છે, તેમણે તે સ્થાન મેળવી જ લીધું છે તેમ કહું તો તે અસ્થાને નહિ ગણાય.
ભારતની કેન્દ્ર સરકારે તેમને પદ્મશ્રી ખિતાબથી સન્માન્યા તે માટે આપણે સૌ હર્ષ અને ગૌરવ અનુભવીએ તે સ્વાભાવિક છે. તેઓ તે સન્માન માટે લાયક છે. ડૉ. કુમારપાળ દેસાઈને આપણાં અનેકાનેક અભિનંદનો તથા ઉત્તરોત્તર વધુ ને વધુ ઉચ્ચતર સન્માનના તેઓ અધિકારી બને તેવી શુભકામના વ્યક્ત કરું છું.
એક વાત અત્રે નોંધવાનું મન થાય છે. દર વર્ષે કેન્દ્ર સરકાર તરફથી પદ્મશ્રી', પદ્મભૂષણ' વગેરે ખિતાબો અપાય છે તેમાં પસંદગી સમિતિની દૃષ્ટિ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની સિદ્ધિવંત વ્યક્તિઓ પ્રતિ વિશેષ રૂપે જતી જણાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવાં રાજ્યોની વ્યક્તિઓનાં નામ ઓછાં જોવા મળે છે. ગુજરાત તરફ તો માંડ માંડ નજર જતી હોય એવું લાગે છે. મુંબઈમાં છેલ્લે સારસ્વત શ્રી ગુલાબદાસ બ્રોકરને પદ્મશ્રી'નો ખિતાબ મળ્યો.
60 ગુજરાતના પનોતા પુત્ર