________________
ગુજરાતના પનોતા પુત્રા
અનોહર મુખાકૃતિ, મૃદુ સ્વર અને સદાયે સ્મિતનું જાણે ઝરણું વહેતું હોય તેવા ચહેરાથી દીપ્ત વ્યક્તિ બહુ ઓછી જોવા મળે છે. મારા છએક દાયકાના સાર્વજનિક કાર્યક્ષેત્રમાં આવી એક વ્યક્તિ જોવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું, તે વ્યક્તિ એટલે ડૉ. કુમારપાળ દેસાઈ. સિદ્ધિવંત, કીર્તિવંત, યશસ્વી અને તેજસ્વી સાહિત્યકાર-વિદ્વાન હોવા સાથે નમ્ર, વિવેકી અને પ્રેમાળ હોય તેવા પણ ઝાઝા અનુભવો થયા નથી. વૃક્ષને ફળો આવે છે ત્યારે એ વધુ નીચું નમે છે તેમ, જેમ જેમ એક પછી એક અનેક એવૉર્ડો, ચંદ્રકો, સન્માનો મળતાં ગયાં તેમ તેમ ડૉ. કુમારપાળ જાણે વધુ ને વધુ નમ્ર અને સૌજન્યપૂર્ણ બનતા ગયા. આ ગુણ-વિશેષના મૂળમાં એમનો ઉછેર, માતા-પિતાની જીવનદષ્ટિ અને શૈશવથી મળેલું સાહિત્યિક અને શૈક્ષણિક વાતાવરણ છે.
| ડૉ. કુમારપાળ અમદાવાદમાં રહે પણ ધર્મપ્રચાર, ધર્મશિક્ષણ અને તેને આનુષંગિક વિદ્યાનાં, સાહિત્યનાં અનેક કાર્યો માટે, વિવિધ પ્રવૃત્તિઓ માટે, મને લાગે છે, તેઓ વધુ સમય અમદાવાદની બહાર જ ફરતા રહેતા હશે. તેઓ સાચા અર્થમાં પરિવ્રાજક અને જગતપ્રવાસી છે.
મારી એમની સાથેની પ્રથમ મુલાકાત ઘાટકોપર(મુંબઈ)માં આશરે ચારેક દાયકા પહેલાં થઈ. ઘાટકોપરના સ્થાનકવાસી જૈન ઉપાશ્રયના આશ્રયે યોજાયેલી વ્યાખ્યાનમાળામાં તેઓનું એક પ્રવચન યોજાયેલું. તે વેળા તે સભાના પ્રમુખસ્થાને
ચંદુલાલ બી. સેલારકા
38