________________
રજની વ્યાસના ઉત્કૃષ્ટ ચિત્રો સાથે એ પ્રગટ થઈ છે અને “સાચના સિપાહીમાં રવિશંકર મહારાજના જીવનને બાળભોગ્ય શૈલીમાં આલેખવામાં આવ્યું છે.
શ્રી કુમારપાળ દેસાઈનાં બાળસાહિત્યનાં પુસ્તકોની તરી આવતી વિશિષ્ટતા એ એમની ટૂંકાં ટૂંકાં વાક્યોવાળી છટાદાર શૈલી છે. બાળકોને વાર્તાના રસપ્રવાહમાં ખેંચી જવાની એમની પાસે અનોખી કુશળતા છે. એમનાં બાળસાહિત્યનાં પુસ્તકો જોતાં એક બીજી લાક્ષણિકતા પણ દેખાઈ આવે છે. કાલ્પનિક પાત્રોની તરંગલીલા કે પરીકથાઓની સૃષ્ટિને બદલે તેઓ ધરતીના નક્કર પાત્રને પોતાનો વિષય બનાવે છે. આવા વાસ્તવિક વિષયને લઈને રસપ્રદ કથાની રચના કરવી એ કોઈ પણ સર્જકને માટે પડકારરૂપ બને છે. એમનાં પુસ્તકોમાં માનવીય ખમીરનો ધબકાર અનુભવાય છે. પુસ્તકમાં જે હકીકતોનું બયાન કરે છે એની તેઓ પૂરેપૂરી ચકાસણી કરે છે. મોટે ભાગે તો એનું ચિત્ર આપીને વાસ્તવિકતા તાદશ કરે છે.
આ રીતે જોઈએ તો ડૉ. કુમારપાળ દેસાઈએ બાળસાહિત્યના ક્ષેત્રે કેટલાક નવીન ચીલાઓ પર કામ કર્યું. બાળસાહિત્યમાં બાળકોને વર્તમાન દોર સાથે સાંકળવાનો પ્રયાસ કર્યો છે. આનું એક કારણ એ છે કે છેક નાની વયથી ‘ઝગમગ' સાપ્તાહિકમાં “ઝગમગતું જગત' નામે એક કૉલમ લખતા હતા જેમાં વિશ્વની મહત્ત્વની ઘટનાઓને બાળકોને રોચક બને તે રીતે રજૂ કરતા હતા.
૧૯૬૫થી થયેલું એમનું બાળસાહિત્યનું સર્જન ૧૯૯૩ સુધી ચાલુ રહ્યું. એ પછી બાળસાહિત્ય વિશેના પરિસંવાદોનું આયોજન અને એમાં વક્તવ્ય આપ્યાં અને ત્યારબાદ સાહિત્યનાં બીજાં સ્વરૂપોમાં એમની વિશેષ ગતિ થઈ.
57 ધીરજલાલ ગજ્જર