________________
પ્રિમ કરી ને
બેલડી:
પિતા-પુત્રની
મારપાળ દેસાઈના પિતાશ્રી બાલાભાઈ જયભિખ્ખને પ્રથમ વાર મળી ત્યારે એક ઓછા ઉજાસવાળા પ્રેસના રૂમમાં મિત્રો વચ્ચે એ બેઠા હતા. આંખે જાડા ચશ્માં હતા. આવી અંધારી ઑફિસમાં આનંદથી કામ કરતા એમને જોઈને મેં પૂછ્યું, “આ આંખે આટલો પરિશ્રમ કરો છો તો પ્રકાશિત ઓરડામાં બેસો ને!” એમણે કહ્યું, “અહીં જચી ગયું છે. એકલી આંખને ક્યાં જીવનમાં શ્રમ આપ્યો છે? એ તો મગજ દોડે છે, પેન દોડે છે એની સાથે મૂંગે મૂંગું કામ કરે છે.” ત્યારપછી તો અનેક વાર એમને મળવાનું થયું. એમનાં પત્ની જયાબહેનનો પણ પરિચય થયો. એમની મહેમાનગતિ ચાખી અને ઘરમાં સુખી દાંપત્યનાં દર્શન કર્યા. બાલાભાઈ ગુજરાત સમાચારમાં “ઈટ અને ઇમારત' લખતા અને જે પદ્ધતિથી તેઓ લખતા તે જ ભાઈ કુમારપાળે વારસાગત રીતે ચાલુ રાખી છે. બોધાત્મક ટૂંકી વાર્તા, બીરબલની હાજરજવાબી એ સહુ કોઈનું આકર્ષણ છે. આજે ગુરુવાર છે એ ચોકસાઈ ઈટ. ઇમારત' ઉપરથી નક્કી થતું. વર્તમાન સંજોગો પ્રમાણે વાર્તાના આધારે એ નાનકડી કોલમ જનતાને ઉદ્દેશીને કેટલું બધું કહી જાય છે! પેનની તાકાતનો પરિચય આ ટૂંકી કૉલમમાં જોવા મળે છે. પિતાપુત્રને સરસ્વતીનું વરદાન મળ્યું છે અને કુમારપાળ જનભોગ્ય સાહિત્ય સાથે વાચકોને વિકાસના પંથે લઈ જવાનું કાર્ય કરે છે.
બાલાભાઈ અત્યંત પ્રેમાળ, ઉદાર અને
વસુબહેન