________________
કુમાર
મારપાળ દેસાઈ એટલે બહુપાર્શ્વ વ્યક્તિત્વ. સાહિત્યના સંસ્કારો તેમને ગળથૂથીમાં મળ્યા છે; શિક્ષણને તેમણે વ્યવસાય તરીકે સ્વીકાર્યું અને પત્રકારત્વ સાથે પ્રેમનું સગપણ બાંધ્યું; જાહેરાતના કશા જ ઘોંઘાટ વિના તેમણે સમાજસેવા કરી છે; રમતના મેદાનમાં તેમની દૃષ્ટિ દોડે છે; તો તેમના વ્યક્તિત્વને ધર્મ અને તત્ત્વદર્શનનો રંગ પણ ચડ્યો છે. આવાં વિવિધ અને વ્યાપક ક્ષેત્રોમાં વિહાર કરતાં કુમા૨પાળ, સંશોધનને ક્ષેત્રે પણ સક્રિય રહ્યા
છે.
સ્વાધ્યાય-સંશોધનો માટે કુમારપાળ બહુધા મધ્યકાલીન સાહિત્યને પસંદ કરે છે. એમાંયે વિશેષ કરીને જૈન સાહિત્ય ઉપર તેમનું સંશોધન કેન્દ્રીભૂત થયું છે. ‘આનંદઘન : એક અધ્યયન' એ તેમનો મૂલ્યવાન સંશોધન-ગ્રંથ છે. પીએચ.ડી.ના શોધનિબંધ નિમિત્તે થયેલું આ સંશોધન, સંશોધક કુમારપાળ દેસાઈની દૃષ્ટિ-શક્તિનો સંતર્પક પરિચય કરાવે છે. અધ્યાત્મયોગી આનંદઘનજીની સ્તવન બાવીસી'ને અનુલક્ષીને તેમણે સૂક્ષ્મ અને સર્વગ્રહી સ્વાધ્યાય પ્રસ્તુત કર્યો છે. આનંદઘનજી વિશેની અનુશ્રુતિ અને આધારભૂત માહિતી આપીને તેઓ આનંદઘનજીનાં પદો, સ્તવનો અને તેમની અપ્રગટ રચનાઓનો પરિચય કરાવે છે. એમાંનાં વસ્તુ, ભાવ, વિચાર અને આલેખનની દૃષ્ટિએ એની તપાસ કર્યા બાદ જૈન પરંપરાના પરિપ્રેક્ષ્યમાં તેઓ આનંદઘનની મુલવણી કરે છે.
41
સંશોઘન-પ્રવૃત્તિનો આલેખ
નીતિન વડગામા