________________
શ્લોક – ૯
12
-
ક
(
શ્લોક - ૯)
***
(માનિની) उदयति न नयश्रीरस्तमेति प्रमाणं कचिदपि च न विद्मो याति निक्षेपचक्रम्। किमपरमभिदध्मो धाम्नि सर्वङ्कषेऽस्मि
न्ननुभवमुपयाते भाति न द्वैतमेव।।९।। એ અર્થનો કલશરૂપ શ્લોક કહે છે:
શ્લોકાર્ધ - આચાર્ય શુદ્ધનયનો અનુભવ કરી કહે છે કે-[ સ્મિન સર્વ ધાનિ અનુભવમ ૩પયા] આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધનયનો વિષયભૂત ચૈતન્યચમત્કારમાત્ર તેજ:પુંજ આત્મા, તેનો અનુભવ થતાં[ નયશ્રી: ૧૩યતિ]નયોની લક્ષ્મી ઉદય પામતી નથી,[ TM મસ્તમતિ] પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે[ પ ] અને [ નિક્ષેપમ રિત યાતિ, ન વિ:] નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે તે અમે જાણતા નથી. [ મ ગરમ મિલ્મ:] આથી અધિક શું કહીએ?[ áતમવન માતિ] દ્વત જ પ્રતિભાસિત થતું નથી.
ભાવાર્થ:- ભેદને અત્યંત ગૌણ કરીને કહ્યું છે કે-પ્રમાણ, નયાદિ ભેદની તો વાત જ શી? શુદ્ધ અનુભવ થતાં વૈત જ ભાસતું નથી, એકાકાર ચિન્માત્ર જ દેખાય છે.
અહીં વિજ્ઞાનાદ્વૈતવાદી તથા વેદાંતી કહે છે કે-છેવટ પરમાર્થરૂપ તો અદ્વૈતનો જ અનુભવ થયો. એ જ અમારો મત છે; તમે વિશેષ શું કહ્યું? એનો ઉત્તર-તમારા મતમાં સર્વથા અદ્વૈત માનવામાં આવે છે. જો સર્વથા અતિ માનવામાં આવે તો બાહ્ય વસ્તુનો અભાવ જ થઈ જાય, અને એવો અભાવ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. અમારા મતમાં નયવિવક્ષા છે તે બાહ્ય વસ્તુનો લોપ કરતી નથી. જ્યારે શુદ્ધ અનુભવથી વિકલ્પ મટી જાય છે ત્યારે આત્મા પરમાનંદને પામે છે તેથી અનુભવ કરાવવા માટે “શુદ્ધ અનુભવમાં દ્વત ભાસતું નથી” એમ કહ્યું છે. જો બાહ્ય વસ્તુનો લોપ કરવામાં આવે તો આત્માનો પણ લોપ થઈ જાય અને શૂન્યવાદનો પ્રસંગ આવે. માટે તમે કહો છો તે પ્રમાણે વસ્તુ સ્વરૂપની સિદ્ધિ થઈ શકતી નથી, અને વસ્તુસ્વરૂપની યથાર્થ શ્રદ્ધા વિના જે શુદ્ધ અનુભવ કરવામાં આવે તે પણ મિથ્યારૂપ છે; શુન્યનો પ્રસંગ હોવાથી તમારો અનુભવ પણ આકાશના ફૂલનો અનુભવ છે. ૯.
उदयति न नयश्रीरस्तमेति प्रमाणं कचिदपि च न विद्मो याति निक्षेपचक्रम्। किमपरमभिदध्मो धाम्नि सर्वङ्कषेऽस्मि न्ननुभवमुपयाते भाति न द्वैतमेव।।९।।
આહાહા ! આચાર્યશ્રી શુદ્ધનયકા અનુભવ કરકે કહેતે હૈ, કયા? શુદ્ધનય જો જ્ઞાનકા એક નિશ્ચય સત્ય અંશ હૈ, ઉસકા વિષય જો દ્રવ્ય ત્રિકાળ હૈ ઉસકા અનુભવ કરને પર, આહાહા...