________________
ગાથા – ૨૭ થી ૩૦
૩૯૩ બહુ આકરો ફેરફાર. વ્યવહારને નથી જ એમ ઉથાપે છે એ જૂઠા છે, તેમ વ્યવહારથી નિશ્ચયનો લાભ થાય છે એમ માને છે એય જૂઠા છે. હવે આવી વાત ક્યાં.
વીતરાગભાવનો નિશ્ચય થાય છે, જોયું? પોતે જાણે કે, આહાહા... આવા વીતરાગ, આવા વીતરાગ. એ કોને? કે જેને નિશ્ચય સ્તુતિનો સ્વભાવ પ્રગટયો છે એને શુભભાવમાં આમ જણાય છે. આહાહાહા! જુઓ, ભાવાર્થ કર્તાએ આવો ખુલાસો કર્યો. વ્યવહાર સ્તુતિને
સ્થાપી છે, પણ એ બંધનું કારણ છે, એથી એને નિશ્ચય સ્તુતિ કહેવામાં આવતી નથી. પણ નિશ્ચય સ્તુતિ કહેવામાં નથી આવતી માટે વ્યવહાર સ્તુતિનો ભાવ ન જ હોય, એમ નથી. આજે આવી વાતું ઘડીકમાં “હા” અને ઘડીકમાં “ના” કઈ અપેક્ષા છે, એ જાણવું જોઈએ ને? આહાહાહા ! આ આત્માની અપેક્ષાએ બીજા બધા આત્માઓ પણ અણાત્મા અને અદ્રવ્ય છે. આહાહાહા !
એટલે ખરેખર તો એ અજીવ છે, એ જીવ નથી, આ જીવની અપેક્ષાએ. આહાહાહા... આવી વાત છે. એટલે અજીવની સ્તુતિ છે એ શુભ વિકલ્પ છે એ અજીવ છે. અને સામાની સ્તુતિ છે એ પણ આ જીવ નહીં માટે અજીવ છે. એ માટે સ્તુતિ જૂઠી કીધી. પણ એ ભાવ આવ્યા વિના રહેતો નથી. ભાવશ્રુતજ્ઞાન છે ને? તો બે ભેદ નયના એના પડે છે. નિશ્ચય અને વ્યવહાર એને, સમકિતીને જ વ્યવહારનય હોય છે, અજ્ઞાનીને વ્યવહારનય હોતો નથી. નય જ નથી જ્યાં (ભાવ) શ્રુતજ્ઞાન નથી ત્યાં નય કેવો. આહાહા! હવે આવી તકરારમાં. આંહી તો શાંતમુદ્રા દેખી, છે તો પર, ખરેખર તો આ જીવની અપેક્ષાએ એ બધા અજીવ છે. ખરેખર તો એ શરીર છે. આહાહાહા ! કેમ કે વિકલ્પ ઉઠયો એ જ પોતે શરીર-પુદ્ગલ છે. આહાહા ! આ ગાથા ભારે અટપટી હૈ.
ઉપરની વાતને હવે ગાથાથી સિદ્ધ કરે છે, હવે કેમ આને વ્યવહાર કહ્યો અને કેમ આને નિશ્ચય ન કહ્યો એનું વર્ણન કરે છે.
तं णिच्छये ण जुज्जदि ण सरीरगुणा हि होंति केवलिणो । केवलिगुणे थुणदि जो सो तचं केवलिं थुणदि ।। २९ ।।
(હરિગીત) પણ નિશ્ચયે નથી યોગ્ય એ, નહિ દેહગુણ કેવળીતણા;
જે કેવળીગુણને સ્તવે પરમાર્થ કેવળી તે સ્તવે. ૨૯. ટીકા:- જેમ ચાંદીનો ગુણ સફેદપણું તેનો સુવર્ણમાં અભાવ છે, જોયું? માટે નિશ્ચયથી સફેદપણાના નામથી સોનાનું નામ નથી બનતું. છે? સફેદપણાના નામથી સોનાનું નામ.. કેમકે સોનામાં સફેદપણાનો અભાવ છે. આહાહાહા ! સુવર્ણના ગુણ જે પીળાશપણું આદિ છે તેમના નામથી જ સુવર્ણનું નામ થાય છે. તેવી રીતે, ઓહોહોહો.. કઈ રીતે ? શરીરનાં ગુણો જે શુક્લ રક્તપણું વિગેરે, કેમકે વિકલ્પ જે છે એ પર તરફનો છે ( હોવાથી) એ આત્માને દેખતો નથી. આહાહા! એ તો સામે એનું શરીર ને એના ગુણ ભલે અહીં ગુણ લેવાના છતાં એ પરને દેખે છે એ. ઓહોહો ! શું શૈલી? શરીરના જે રક્તપણું, શુક્લપણું તેમનો તીર્થકર કેવળી પુરુષમાં