________________
પ૬૩
ગાથા – ૩૭ ડૂબી ગયા છે, કોળીયો કરી ગયો છે, એવું એનું પર્યાયનું સ્વરૂપ છે, ભાઈ આકરું પડે.
એવી રીતે આત્મામાં પ્રકાશમાન છે. કોણ? એવા ધર્મ, ધર્માસ્તિકાય એક દ્રવ્ય છે, જડ ચૈતન્યને ગતિ કરતાં તેને નિમિત્તરૂપ થાય તેવું એક તત્ત્વ છે, તેનાથી ગતિ થાય છે તેમ નહીં. આહાહા ! એમ નિમિત્તને ધર્માસ્તિકાયવ કીધું છે. અહીં જીવ અને જડ (પરમાણું) ગતિ કરે એમાં ધર્માસ્તિકાય નિમિત્ત છે. એમ દરેક પર્યાય પોતાથી પરિણમે ત્યારે તેને નિમિત્ત બીજી ચીજને કહો, પણ પરિણમે છે એ નિમિત્તથી પરિણમે છે એમ નથી. આ નિમિત્ત અને વ્યવહારના મોટા ઝઘડા છે. આ ઉપાદાન ને નિમિત્ત, નિશ્ચય અને વ્યવહાર એમાં ક્રમબદ્ધ એક નથી નાખ્યું માળે. ચાર કારણ બધે વર્ણવે છે. પણ એ ક્રમબદ્ધ ભેગું નાખવું જોઇએ ને? અહીંયાથી વિરુદ્ધ ચાર કે ચાર લે છે પણ ક્રમબદ્ધ નહીં ને ક્રમબદ્ધનો જો નિર્ણય કરવા જાય તો બધો ફેરફાર ઊડી જાય. આહાહા !
દ્રવ્યની જે સમયે જે પર્યાય અપનેસે થવા યોગ્ય હોય તે થાય છે, તે તેની જન્મક્ષણ છે, બીજા નિમિત્તને કારણે એ થાય છે એમ ત્રણકાળ, ત્રણલોકમાં નથી. હો નિમિત્ત, પણ એથી થાય છે તેમાં, થઈ સમયની તે તે દ્રવ્યની એ શેયનો એવો સ્વભાવ, એવું વર્ણવ્યું છે પ્રવચનસારમાં, જેટલા શેયો છે, એનો એવો સ્વભાવ છે કે જે સમયે જે પર્યાય ઉત્પન્ન થાય છે તેનો જન્મનો ક્ષણ છે. ઉત્પત્તિનો એ કાળ છે. એ ઉત્પત્તિના કાળમાં ભલે નિમિત્ત હો, પણ નિમિત્તથી ઉત્પત્તિ કાળ થયો છે એમ નથી. આહા.... આ મોટા ઝઘડા શિક્ષણ શિબિર હસ્તિનાપુરમાં હમણાં ચલાવશે અહીંની વિરુદ્ધમાં. ઉપાદાનમાં નિમિત્ત હોય તો થાય, નિશ્ચય પણ વ્યવહાર હોય તો થાય. અરે! ભગવાન સાંભળને ભાઈ એવી તારી વાતો સાધારણ. આહાહા !
આંહી તો કહે છે, એ છ દ્રવ્યો એ જાણવાના સ્વભાવમાં તદાકાર થઈ ગયા હોય, જ્ઞાનરૂપે તદાકાર હોં, વસ્તુ કાંઈ આવતી નથી અહીંયા, એવા કોણ? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય એ દ્રવ્ય છે એક જગતમાં, ભગવાને જોયેલું ગતિ કરતા (પદાર્થ) સ્થિર થાય ત્યારે અધર્માસ્તિકાય છે અરૂપી એ નિમિત્ત છે. આકાશ, (અખંડ-એક) કાળ અસંખ્ય છે, પુગલ અનંત છે, અને અન્ય જીવ, અન્ય જીવમાં સ્ત્રી કુટુંબને પરિવાર પણ આવ્યા અને દેવગુરુને શાત્રેય આવ્યા. શાસ્ત્ર અજીવમાં જાય, દેવગુરુ જીવમાં જાય. આહાહાહા ! દેવગુરુ ધર્મથી પણ લાભ ન થાય એમ કહે છે આંહી તો. આહાહા!
તારો ભગવાન જીવ સ્વભાવ ઊછળે છે અંદર ત્યાં પરનું શું કામ છે તારે એમ કહે છે એ સર્વ પરદ્રવ્યો મારા સંબંધી નથી, એ બધા પરદ્રવ્ય છે, અનંત સિદ્ધ પરદ્રવ્ય છે, પંચપરમેષ્ઠિ પદ્રવ્ય છે, મારા ભગવાનને (નિજાત્માને) અને એને કાંઈ સંબંધ નથી. આહાહાહા... સમજાણુ કાંઈ ? એ પરદ્રવ્યો, સર્વ પરદ્રવ્યો, મારા સંબંધી નથી કેમ નથી ? એ વિશેષ કહેશે. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ)