________________
૬૨)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ પણ ઊડી ગયું. કારણ કે વ્યવહાર રાગમાં આ સ્વભાવ નથી. આહા... આ તો સ્વભાવ છે એ તો ભગવાન પાત્રમાં પોતામાં છે, આહાહા... એટલે રાગથી થાય એ વાત રહી નહીં. નિમિત્તથી થાય એ રહ્યું નહીં કારણકે એનો ઉત્પત્તિનો કાળ છે એમાં નિમિત્તે કર્યું, આવીને શું કર્યું? હો ! આહાહાહા! આ પાંચ બોલનો વિરોધ છે. ક્રમબદ્ધનો, ઉપાદાન નિમિત્તમાં નિમિત્તથી થાય એનો, વ્યવહાર નિશ્ચયમાં વ્યવહારથી થાય એનો. અરે પ્રભુ મોટી (ચર્ચા) અત્યારે ચાલે છે ત્યાં હસ્તિનાપુરમાં શિક્ષણ શિબિર અહીંના વિરુદ્ધમાં, અરે ભગવાન ! ભગવાન તું આ શું કરે છે ભાઈ ! લોકો પણ બિચારા સાધારણ પ્રાણી છે. એને મળે નહીં સાંભળવા સાચી વાત, શેમાં મંથન કરવું ને શેમાંથી પ્રાપ્ત થાય, ખબરું નો મળે. આહાહા... મગ્ન થાઓ, શાંતરસમાં મગ્ન થાવ. અતીન્દ્રિય આનંદ ગર્ભિત શાંત રસની પર્યાય એમાં ત્યાં લીન થાઓ. આહાહા !
કેવો છે શાંતરસ? આલોકમ્ ઉચ્છલંતી, સમસ્ત ઉચ્છલંતી ઉત્કૃષ્ટપણે વર્તે છે. એ શાંતરસ ઉત્કૃષ્ટપણે ઉચ્છલતી ઉત, ઉત્કૃષ્ટપણે ઊછળે છે અંદર પર્યાયમાં. આહાહાહા... સમજાણું કાંઈ? એ સ્વની અપેક્ષાએ વાત કરી. “આલોકમ ઉચ્છલતી” સમસ્ત લોકપર્યત ઊછળી રહ્યો છે, ઉત્કૃષ્ટપણે પર્યાયમાં ઊછળી રહ્યો છે. આહાહાહા ! (શ્રોતા- ઉત્કૃષ્ટ શેનો અર્થ કર્યો?) એ ઉચ્છલતીનો અર્થ કર્યો છે. ઉચ્છલતી ઉત્કૃષ્ટપણે ઊછળ્યો. આલોકમ્ ઉચ્છલતી, પૂરણ સ્વરૂપપણે ઉત્કૃષ્ટપણે પ્રગટ થઈ ગયો. આહાહાહા... અને બીજો સાધારણ અર્થ આમ છે, કે લોક ઊછળી રહ્યો છે. અથવા એ દશા એવી થઇ છે એ ઉર્ધ્વપર્યત ચાલી જશે. અથવા પૂરણ લોકાલોકને જાણે એ રીતે ઊછળી રહ્યો છે. ઘણા પ્રકાર અંદર. સમજાણું કાંઈ ?
પૂર્ણાનંદનો નાથ અવબોધ સિંધુ ભગવાન, એમ શબ્દ છે ને? “ભગવાન અવબોધ સિંધુ ” આત્મા એ જ્ઞાનઆદિ અનંત શાંતરસ અને અનંત ગુણોનો પાત્ર, જેમાં રહ્યાં છે, એમાં રાગ ને વિકલ્પ ને સંસાર અને નિમિત્ત રહ્યાં નથી. આહાહા.. એવા ભગવાનને તું દૈષ્ટિમાં લે, એનો આદર કર, એનો સત્કાર કર, રાગાદિનો સત્કાર છે અનાદિથી, એને છોડી દે. આહાહા. એ તો આ સત્કાર થયો એટલે ઓલો સત્કાર છૂટી ગયો. આહાહા... એ તને આત્મા આનંદ સ્વરૂપ ભગવાન અતીન્દ્રિય આનંદ ગર્ભિત શાંતરસ પ્રગટ થશે. શાંતરસને અંતરમાં અનંત આનંદ અતીન્દ્રિયશાંતપણું તે ચારિત્રની દશા અને એમાં અનંત આનંદ તે સુખની દશા. આહાહાહા... એવો ભગવાન આત્મા ઉત્કૃષ્ટપણે પરિણમી જશે અને ઉત્કૃષ્ટપણે થશે અને ઉત્કૃષ્ટપણે લોકાલોકને જાણશે. ઉચ્છલતી નામ એનો સ્વભાવ પૂરણ થયો છે, અને એ ઉર્ધ્વ ચાલ્યો જશે. આહાહાહા... સમજાણું કાંઈ? આવી વાતું છે ભાઈ ! બહુ ઝીણું બાપુ! લોકોને સત્ય મળ્યું નથી, મળ્યું નથી અત્યારે તો આવી પ્રરૂપણા આવી કરે, મૂળ મૂકીને, વ્રત કરો, તપ કરો, અપવાસ કરો ને મંદિર કરો ને પૂજા ભગવાન જાત્રા કરો ને... (શ્રોતા – ઈ તો એમ કહે છે કે સંયમ લ્યો ડરો મત ) એ શું બાપા એને બચારાને શું ખબર માણસ ભદ્રિક હતા એને ખબર નહીં ને, આ વ્રત લઈ લો, સંયમ લો, નગ્ન થઈ જાવ મત ડરો, એમ કહેતા'તા, શાંતિસાગર માણસ બચારો જરી નરમ હતો ને શું થાય? અહીં આવ્યા તા. ચોવીસ કલાક રહ્યા ૯૭ માં સાધુપણાની શરૂઆત ત્યાંથી થઈ. અરે બાપુ સાધુપણું તો ક્યાં હતું? આ શું થાય? પોતે જ કહેતા ને બિચારા આવી પ્રરૂપણા કરતાને પણ લોકો ન સમજી શકે કે અમે વસ્ત્ર છોડીને બેઠા