________________
શ્લોક – ૩૨
૬૨૫
મિથ્યાર્દષ્ટિ પુરુષોની સભા છે, તેમને બતાવે છે. નૃત્ય ક૨ના૨ા જીવ–અજીવ પદાર્થ છે અને બન્નેનું એકપણું, કર્તાકર્મપણું આદિ તેમના સ્વાંગ છે. તેમાં તેઓ પરસ્પર અનેકરૂપ થાય છે, આઠ રસરૂપ થઈ પરિણમે છે, તે નૃત્ય છે. ત્યાં સમ્યગ્દષ્ટિ જોનાર જીવ–અજીવના ભિન્ન સ્વરૂપને જાણે છે; તે તો આ સર્વ સ્વાંગોને કર્મકૃત જાણી શાંત રસમાં જ મગ્ન છે અને મિથ્યાર્દષ્ટિ જીવઅજીવનો ભેદ નથી જાણતા તેથી આ સ્વાંગોને જ સાચા જાણી એમાં લીન થઈ જાય છે. તેમને સમ્યગ્દષ્ટિ યથાર્થ સ્વરૂપ બતાવી, તેમનો ભ્રમ મટાડી, શાંત રસમાં તેમને લીન કરી સમ્યગ્દષ્ટિ બનાવે છે. તેની સૂચનારૂપે રંગભૂમિના અંતમાં આચાર્યે ‘મધ્નન્તુ’ ઇત્યાદિ આ શ્લોક રચ્યો છે. તે, હવે જીવ–અજીવનો સ્વાંગ વર્ણવશે તેની સૂચનારૂપે છે એવો આશય સૂચિત થાય છે. આ રીતે અહીં સુધી તો રંગભૂમિનું વર્ણન કર્યું.
નૃત્યકુતૂહલ તત્ત્વકો, મરિયવિ દેખો ધાય; નિજાનંદ ૨સમેં છકો, આન સબૈ છિટકાય.
(
આ પ્રમાણે ( શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્ય દેવપ્રણીત ) શ્રી સમયસાર શાસ્ત્રની (શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવ વિરચિત ) આત્મખ્યાતિ નામની ટીકામાં પૂર્વરંગ સમાપ્ત થયો.
* જેમ સ્ફટિક ધોળું છે, છતાં કાળા અને લાલ ફૂલના સંબંધે કાળી અને લાલ ઝાંય એમાં દેખાય છે, એ ઝાંય એની છે, એનામાં છે. પેલા ફૂલને લઈને નહીં. કાળા અને લાલ ફૂલ તો નિમિત્ત છે. પણ સ્ફટિકમાં પોતાની લાયકાતથી ત્યાં કાળી, લાલ ઝાંય છે. સમજાણું કાંઈ ? આહાહા... આ લાકડા પાસે અહીં આમ લાલ ફૂલ મૂકશો તો એમાં ઝાંય નહિ દેખાય. કા૨ણ કે એની પોતાની યોગ્યતા નથી. અને કાળા અને લાલ ફૂલના સંગે સ્ફટિકની પર્યાયમાં લાલ અને કાળું થવું એ પોતાની યોગ્યતાથી પોતામાં થાય છે. સમજાણું કાંઈ ?
(પ્રવચન સુધા પાના નં. ૩૩૨ ભાગ-૨ )