Book Title: Samaysara Siddhi 2
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 639
________________ ૬૨૪ સમયસાર સિદ્ધિ ભાગ-૨ એકી કાળે સર્વલોક મગ્ન થાઓ, એમ આચાર્યે પ્રેરણા કરી છે. આહાહાહા! કુંદકુંદચાર્ય અમૃતચંદ્રાચાર્ય મહાસંતો પરમેષ્ઠિ, આહાહા... પંચપરમેષ્ઠિમાં પરમેષ્ઠિમાં હતા, આચાર્ય પરમેષ્ઠિ પ્રેરણા કરે છે પ્રભુ! આહાહા ! વીતરાગ શાંતરસમાં મગ્ન થયેલા, જગતને વીતરાગ શાંતરસમાં એકી વખતે સર્વ જીવો, આહા અમે કરી શક્યા છીએ તો પ્રભુ તમે કેમ ન કરી શકો? તમે પણ પ્રભુ આત્મા છો ને? આહા... એમ કહે છે. આહાહા ! દુનિયાના માન અપમાનને છોડ. આહાહાહા... ભગવાન નિર્માન આનંદનો નાથ એનું જે માન આવ્યું પર્યાયમાં, વીતરાગી વિજ્ઞાન દશા, આહાહા! એમાં મગ્ન થાવ આચાર્યે પ્રેરણા કરી છે. અથવા એવો પણ અર્થ છે કે જ્યારે આત્માનું અજ્ઞાન દૂર થાય ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય લ્યો અહીં તો એકદમ, (શ્રોતા:- પૂર્ણ પામે !) વિભ્રમ કીધો'તો ને? અજ્ઞાન દૂર થાય કારણકે હજી બારમાં સુધી હજી અજ્ઞાન એટલે વિપરીત નહીં પણ ઓછું જ્ઞાન છે ને એટલે અજ્ઞાન કીધું છે, આહાહા... અજ્ઞાન દૂર થાય ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય અથવા એ મિથ્યાત્વ જાય તે અજ્ઞાન જાય એટલે કેવળજ્ઞાન થયા વિના રહે જ નહીં એને. આહાહાહા... સમસ્ત લોકમાં રહેલા પદાર્થો આ લોકમ્ ઉછલન્તી કહ્યું 'તું ને એનો બીજો અર્થ કર્યો છે સમસ્ત, લોકમાં રહેલા પદાર્થો એકી વખતે જ જ્ઞાનમાં આવીને ઝળકે છે. (શ્રોતા – પદાર્થો એમાં આવીને ઝળકે છે) એક સમયમાં જ્ઞાન બધું થાય ત્રણકાળ ત્રણલોક એક સમયમાં ઝળકે છે એ પણ વ્યવહાર છે, એટલે કે પર્યાયમાં જાણવામાં આવે છે. ભાષા તો ભાષા શું કરે ? આહાહા ! તેને સર્વ લોક દેખો. લ્યો એ પૂરું થયું. (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ.) આ રીતે આ સમયપ્રાભૂતગ્રંથની આત્મખ્યાતિ નામની ટીકામાં ટીકાકારે પૂર્વગસ્થળ કહ્યું. અહીં ટીકાકારનો એવો આશય છે કે આ ગ્રંથને અલંકારથી નાટકરૂપે વર્ણવ્યો છે. નાટકમાં પહેલાં રંગભૂમિ રચવામાં આવે છે. ત્યાં જોનારા નાયક તથા સભા હોય છે અને નૃત્ય (નાટય, નાટક) કરનારા હોય છે કે જેઓ અનેક સ્વાંગ ધારે છે તથા શૃંગારાદિક આઠ રસનું રૂપ બતાવે છે. ત્યાં શૃંગાર, હાસ્ય, રૌદ્ર, કરુણા, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત-એ આઠ રસ છે તે લૌકિક રસ છે; નાટકમાં તેમનો જ અધિકાર છે. નવમો શાંતરસ છે તે અલૌકિક છે; નૃત્યમાં તેનો અધિકાર નથી. આ રસોના સ્થાયી ભાવ, સાત્ત્વિક ભાવ, અનુભાવી ભાવ, વ્યભિચારી ભાવ અને તેમની દૃષ્ટિ આદિનું વર્ણન રસગ્રંથોમાં છે ત્યાંથી જાણવું. અને સામાન્યપણે રસનું એ સ્વરૂપ છે કે જ્ઞાનમાં જે શેય આવ્યું તેમાં જ્ઞાન તદાકાર થયું, તેમાં પુરુષનો ભાવ લીન થઈ જાય અને અન્ય શેયની ઈચ્છા ન રહે તે રસ છે. તે આઠ રસનું રૂપ નૃત્યમાં નૃત્ય કરનારા બતાવે છે; અને તેમનું વર્ણન કરતાં કવીશ્વર જ્યારે અન્ય રસને અન્ય રસની સમાન કરીને પણ વર્ણન કરે છે ત્યારે અન્ય રસનો અન્ય રસ અંગભૂત થવાથી તથા અન્યભાવ રસોનું અંગ હોવાથી, રસવત્ આદિ અલંકારથી તેને નૃત્યના રૂપે વર્ણવવામાં આવે છે. અહીં પ્રથમ રંગભૂમિસ્થળ કહ્યું. ત્યાં જોનારા તો સમ્યગ્દષ્ટિ પુરુષ છે તેમજ બીજા

Loading...

Page Navigation
1 ... 637 638 639 640 641 642 643