Book Title: Samaysara Siddhi 2
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 637
________________ ૬૨૨ સમયસાર સિદ્ધિ ભાગ-૨ ચીજ પણ તેને તો અછતી છે. આહાહા ! અછતી રાગાદિ ચીજ તેને અજ્ઞાનીને છતી દેખાય છે. આહાહાહા.. આવું છે ઝીણું પ્રભુ. સમ્યક્રદર્શન કોઈ અલૌકિક ચીજ છે. આહા ! ભાવાર્થ-જેમ સમુદ્રની આડું કોઈ આવી જાય ત્યારે જળ નથી દેખાતું. સમુદ્ર તો મોટો ભર્યો છે અંદર પણ આમ ચાદર આડી આવી જાય તો એનું જળ નથી દેખાતું, જ્યારે આડ દૂર થાય, તોડી નાખે એને, ત્યારે જળ પ્રગટ થાય, જળ તો જળ છે જ, પણ તેની પર્યાયમાં ખ્યાલ આવે કે, ઓહોહો, આહાહા... પ્રગટ થતાં લોકને પ્રેરણાયોગ્ય થાય કે “આ જળમાં સર્વલોક સ્નાન કરો” આ જળમાં સર્વ સ્નાન કરો, મીઠું જળ હોં આ, ખારૂં જળ નહીં. ઇક્ષુરસનો આવે છે ને? શેરડીના રસ જેવું પાણી ભગવાનને જે સ્નાન કરાવે. આહાહા ! (શ્રોતા- ક્ષીર સમુદ્રમાંથી દેવ પાણી લાવે છે ને) લાવે છે ને ત્યાંથી, ત્યાંથી ઘડા ભરીને લાવે છે. ઈન્દ્રો ઇક્ષરસ, ક્ષીરસમુદ્ર, ભગવાનને જ્યારે લઈ જાય છે મેરૂ પર્વત ઉપર ત્યારે ઇન્દ્રોની હાર (પંકિત) જામે છે. આમ દેવોની ઠેઠ સુધી, હેઠે મૂકે નહીં પાણી, ત્યાંથી ઈશુરસના ઘડા ભરી આ આને આપે આ આને આપે, આહાહા.... ભગવાનને સ્નાન કરાવે. ઈશુરસથી પાછા હોં, લવણ સમુદ્રના પાણીથી નહીં. આહાહા... એમ ભગવાન આત્મા આનંદરસથી ભરેલો ભગવાન એમાં સ્નાન કર, જા. આહાહા! આનંદરસથી તને નવરાવ અને રાગને ધોઈ નાખ, આહાહાહા.. આવી વાતું છે. વ્યવહારના રસિકમાં આખો સંપ્રદાય જ વ્યવહારનો રસિક છે. અત્યારે, બસ તપ કરો અપવાસ કરો આ કરો આ કરો અને ઉપદેશ પણ એવો આપે, કે આનાથી લાભ થશે, અરે અરે પ્રભુ પ્રભુ પ્રભુ શું થાય? એથી બિચારા પ્રાણીને સત્ય મળતું નથી, સત્યની ઝાંખી પણ થવાનો પ્રસંગ એને નથી. આંહી કહે છે કે, જેમ એ સમુદ્રનું પાણી બહાર દેખાય અને સ્નાન કરે એવી રીતે આ આત્મા વિભ્રમથી આચ્છાદિત હતો, તે રાગ દયા દાન વ્રત ભક્તિના પરિણામ રાગ એનાથી મને લાભ થશે એમ મિથ્યાત્વમાં હતો. આહાહા ! રાગની રુચિમાં જ રોકાઈ ગયો'તો એથી ભગવાન આચ્છાદિત ઢંકાઈ ગયો હતો. ત્યારે તેનું સ્વરૂપ નહોતું દેખાતું, રાગની રુચિના પ્રેમમાં, ભગવાન આખો આનંદ જળથી ભરેલો નહોતો દેખાતો. બાહ્ય તરફના લક્ષવાળી વૃત્તિઓ, એના પ્રેમમાં રોકાતા ભગવાન આનંદ સ્વરૂપ સરોવર જળથી ભરેલો દેખાતો નહીં હતો. આહાહાહા ! હવે વિભ્રમ દૂર થયો, એ રાગ દયા દાનનો ચાહે તો ભગવાનની, આહાહાહા... ભક્તિનો હો, પણ એ રાગ છે એ કાંઈ ધર્મ નથી, એ આત્માના સ્વરૂપમાં એ નથી. આવું આકરું કામ! લોકોને કહે છે કેટલાંક એ સોનગઢ તો નિશ્ચયાભાસી, એકલી નિશ્ચયની વાતો કરે છે એમ કહે છે. કેટલાક બિચારા. (શ્રોતા:- નિશ્ચયની એટલે ખરી મોક્ષમાર્ગ પ્રકાશકમાં છે.) આહાહાહા ! એજ પણ સત્ય છે ઓલો વ્યવહાર તો રાગ હોય છે એ જ્ઞાન કરવા માટે છે અને એનાથી કોઈ નિશ્ચય થાય છે, (એમ નથી). આહાહાહા ! ધર્મીને પણ આત્માનું જ્ઞાન દર્શન થતાં સ્થિરતા પૂર્ણ ન હોય તો રાગ આવે, ભક્તિ આદિનો પૂજાનો પણ એ તો બંધનું કારણ છે, હેય છે એ શરણ નથી. આહાહાહા... આવી વાતું આકરી બહુ. આહાહા! વિભ્રમ દૂર થયો ત્યારે યથાર્થ સ્વરૂપ જેવું છે તેવું પ્રગટ થયું. આનંદનો નાથ આનંદસ્વરૂપ

Loading...

Page Navigation
1 ... 635 636 637 638 639 640 641 642 643