________________
શ્લોક – ૩૨
૬૨૧ છીએ, પણ કર્મ ખસે ત્યારે થાય ને? એમ કહેતાં'તા, આંહી કહેતા'તા પણ કોણ માને એ આમ કહેતા'તા એ કોણ માને? શું થાય ભાઈ ! દૃષ્ટિ રાખવી સંપ્રદાયનીને... આહાહાહા...
પ્રભુ અહીં તો સત્યની વાત છે. આહાહાહા... મારો નાથ સચ્ચિદાનંદ પ્રભુ એ સત્તને આનંદ ને જ્ઞાનનું પાત્ર છે એ તો એમાં તો એ રહ્યાં છે. આહાહા.... અને તેમાં તો રાગ તો રહ્યો નથી પણ અલ્પજ્ઞપણું ત્રિકાળ સ્વભાવમાં છે નહીં. આહાહા !(શ્રોતા- અંદર રાગથી નગ્નપણું છે) અંદર રાગથી રહિત, વિકલ્પથી રહિત નગ્ન દશા છે અંદર એની. એ સ્વરૂપને તું સત્કાર, ઉપાદેય જાણ, જેથી તને વિભ્રમનો નાશ થશે, અને તેની શક્તિનો જે સંગ્રહ છે, એ શક્તિનો સંગ્રહ જે કોઠીમાં છે એ ટાણે જેમ બહાર આવે છે, આહાહાહા... એમ પર્યાયમાં બહાર આવશે. આહાહાહા ! એને અહીંયા પ્રોનમગ્નઃ કહ્યું, વિભ્રમનો વ્યય કહ્યો, અને પર્યાયમાં ઊછળી ગયો જે ભાવ “ઉચ્છલતી” દરિયો જેમ ભરતીમાં ઊછળે છેલ્લે પુનમને દિ', પુનમને દિ’ પુરો ઊછળે, એમ આ પૂર્ણ પૂર્ણ ઊછળે છે. આહાહાહા... આ લોકમ્ સમસ્ત લોક આ છે ને આ, આ એટલે સમસ્ત લોકમ, આ લોક એમ શબ્દ છે ને ? આલોક એટલે સમસ્ત લોક, આ એટલે સમસ્ત લોક સમસ્ત ભવ્ય જીવો ઉચ્છલતી, ઊછળી જાય છે, કહે છે. આહાહા ! આહાહા ! શું વાણી? શું સમયસાર? એનો એક શ્લોક એનું એક પદ. આહાહા !
(શ્રોતા:- વાક્ય અધુરું રહી ગયું) થઈ ગયું એ અંદર. અંદરથી આવતું હોય એ આવે. આહા.. એ વસ્તુ છે, જેમાં અનંતા ગુણો રહેલા છે વસેલા છે તેને અહીંયા સિંધુ અવબોધનો પાત્ર કહે છે. એ જ્ઞાનપાત્ર કહ્યું એવું એ અનંતા ગુણોનું એ પાત્ર છે હવે. આહાહા... એવા સમુદ્રને અંતર જોવા નજર કર કહે છે. આહાહા... જેથી તને અંતર જોતાં પર્યાયમાં શાંતરસ અતીન્દ્રિય આનંદ ગર્ભિત, અનંત ગુણની વ્યક્તતા પર્યાયમાં પ્રગટ થશે, વિભ્રમની ને મિથ્યાત્વ આદિની પર્યાયનો વ્યય થશે. આહાહાહા ડુબાડી દઇને વ્યય થઈ ગયો પણ પાછો ગયો ક્યાં ? (શ્રોતા – દ્રવ્યમાં, પારિણામિક ભાવે થઈ ગયો ) દ્રવ્યમાં ગયો. આહાહાહા! ગયો અંદર મિથ્યાત્વ ગયું નથી. એની એવી યોગ્યતા એક અંદરમાં રહી ગઈ. આહા..(શ્રોતા- મિથ્યાત્વ ન જાય અંદરમાં મિથ્યાત્વ કયાંથી જાય?) એવી એક યોગ્યતા ગઈ અંદર અને નિર્મળ મોક્ષનો માર્ગ અથવા કેવળજ્ઞાન આદિ દશા બહાર આવી. આહાહાહા. આનું નામ જીવનો પૂર્ણ અધિકાર પ્રાપ્ત થયો. આહા... આવો છે આત્મા. (શ્રોતા- શુદ્ધરૂપે પરિણમે એને જ જીવ કહે છે) એ જ જીવ છે, અશુદ્ધપણે પરિણમે એ તો રાગ છે વિકાર, સંસાર છે, તે જીવ ક્યાં છે? વસ્તુ તો જીવ છે પણ (શુદ્ધરૂપે) પરિણમે ત્યારે એને જીવ કહેવામાં આવે છે ને? ત્યારે એને ખ્યાલમાં આવે છે ને? જીવ તો ત્રિકાળ કારણ પરમાત્મા શુદ્ધ જ છે. પણ સ્વીકાર કરે કે આ છે ત્યારે તો પર્યાયમાં શુદ્ધતા થઈ. શું કહ્યુ ઈ? એને છે, એનો સ્વીકાર થાય તો તો ઈ પર્યાય શુદ્ધ થઈ ગઈ, એણે સ્વીકાર કર્યો. આહાહા... છે એ એને બેઠું છે ક્યાં? છે તો છે ત્રિકાળી શુદ્ધ આનંદનો નાથ જ છે. શુદ્ધ પરમાત્મ સ્વરૂપ જ બિરાજે છે પોતે. નિગોદની પર્યાય કાળે પણ એ છે ને કેવળજ્ઞાનની પર્યાયના કાળે પણ પૂર્ણાનંદનો નાથ બિરાજે છે અંદર દ્રવ્ય સ્વભાવે એકરૂપ. આહાહાહા... પણ કોને? જેને એ દ્રવ્ય સ્વભાવ પર્યાયમાં બેઠો એને. સમજાણું કાંઈ ? જેને એણે પૂંઠ દઈને અને રાગ અને વિકલ્પને પોતાના માની સ્વીકાર્યા છે. એને તો એ છે જ નહીં, છતી