________________
શ્લોક – ૩૨
૬૧૯
જિનવાણીમાં ૨મત્તે એટલે નિશ્ચય અને વ્યવહારમાં રમવું અરે ભાઈ બેયમાં ન રમાય ભાઈ, જિનવાણીમાં તો છે ને કળશ ટીકામાં ?( શ્રોતાઃ– હા છે ને ૪ થો કળશ ) ભગવાને શુદ્ધ આત્મા પૂર્ણાનંદ પ્રભુ તેને જીવ દ્રવ્યને ઉપાદેય કહ્યો છે, એક જ આદરવા લાયક કહ્યો છે. આહા... વ્યવહા૨ની ૫ર્યાય ને રાગ ને એની ત્યાં વાત કરી જ નથી. એ તો જાણવા લાયક કીધું છે.
ભગવાન આત્મા એક સમયમાં પૂરણ પૂરણ પૂરણ ગુણોનું પાત્ર એટલે પૂરણ ગુણ જેમાં રહ્યા છે, એવો જે જીવદ્રવ્ય અનંત ગુણથી ભરપૂર ભરેલો ભગવાન, એને ભગવાને વાણીમાં એમ કહ્યું કે એ ઉપાદેય છે, એ આદરણીય છે, એ સ્વીકાર કરવા લાયક છે, એનો સત્કા૨ ક૨વા લાયક છે, એની પૂજા કરવા લાયક છે, એની આરતી ઉતાર. આહાહાહા.. નિર્મળ ધારાથી એની આરતી ઉતાર. આહાહાહાહા...
સમસ્ત લોકાઃ અત્યંત મગ્ન, પાછો મગ્ન થાવ એટલો જ શબ્દ નથી. એવી રીતે મગ્ન થાઓ કે બહાર આવવું જ પડે નહીં. આહાહા... છેલ્લી ગાથા, આહાહાહા... શરીરને ન જોવું, શરીર છે તો માટી હાડકાંના પિંજરા, આહાહાહા... અંદર રાગ છે એને ન જોવો, કા૨ણકે રાગ એ પાત્ર નથી આત્માના સ્થાનમાં. આહાહાહા... ( શ્રોતાઃ- ન જુઓ તો જોવું શું ) જોવું એ કે પર્યાય નિર્મળ છે એનાથી આત્મા જોવો. જે ચૈતન્યસિંધુ પાત્ર છે, આહાહા... એને જોવો. આવી વાત છે. ( શ્રોતાઃ- બીજા અપાત્ર) રાગાદિ અપાત્ર છે. વ્યવહા૨ રત્નત્રયનો વિકલ્પ છે તે જ્ઞાનનું સ્થાન નથી, આનંદનું સ્થાન નથી, શાંતિનું પાત્ર નથી. આહાહાહા... આવો મારગ છે. ૫૨માત્મા જિનેશ્વરદેવ દિવ્યધ્વનિમાં ૫૨માત્મા આમ કહેતા હતા. એ સંતો આડતિયા થઇને જગતને જાહેર કરે છે. આહાહા... આવી વાત પ્રભુ ક્યાંય બીજે નથી. આહાહા... આરે લાગે શું થાય ? ( શ્રોતાઃ– એ તો પોતે પોતાનું સ્વરૂપ નકકી કર્યાં પછી જાણી શકે કે બીજે ક્યાંય નથી ) એ પોતે જ છે એને કરવાનું, એને કરવાનું પોતે જ છે ને, એને કરવાનું પોતાનું, બીજું છે શું ? આહાહાહા... એને કોઈ કરવા આવે છે અને કરી દે એવું છે ? પોતે જ મગ્ન થાય છે એમ કહ્યું છે. સર્વાંગ પ્રગટ થાય છે. ત્યાં કાંઈ દેવ, ગુરુ, શાસ્ત્ર મદદ કરતા નથી. કેમ કે પોતે જે સ્વભાવ પ્રગટ કરવો છે એ સ્વભાવનો તો પોતે પાત્ર સ્થાન છે. આહાહાહા... એવો સ્વભાવનો સમુદ્ર પ્રભુ એને પ્રગટ કર પર્યાયમાં, પ્રોન્મગ્ન ધ્રુવ પૂરું ( પૂર્ણ ) રાખ્યું, એનો આશ્રય લઇને પ્રોન્મગ્ન પર્યાય ઉત્પન્ન કરી, વિભ્રમનો નાશ કર્યો. આ ઉત્પાદ, વ્યય અને ધ્રુવ સિધ્ધ કર્યાં. આહાહાહા ! આ ‘ઉત્પાદ, વ્યય અને ધ્રુવયુક્તમ સત્' આહાહાહાહા... અરેરે આવી વાતો છે, અને ઝઘડો કરે પ્રભુ ! અરે ભાઈ તારે ક્યાં જાવું છે ? વહેવા૨થી થાય ને નિમિત્તથી થાય ને, આહાહા... ( શ્રોતાઃ- કોઇક વા૨ થાય) કોઈવાર (નહીં ) ત્રણ કાળમાં ન થાય. આહાહા ! આહાહા!
ખરેખર તો એનો જન્મક્ષણ છે આ. સ્વભાવનો સિંધુ ભગવાન એની દૃષ્ટિ કરી જ્ઞાન કરીને ચારિત્ર પ્રગટ કર્યું, એ પર્યાયનો ઉત્પત્તિનો કાળ છે. (શ્રોતાઃ- જન્મક્ષણ છે) એની જન્મક્ષણ છે પ્રભુ. એને બીજાની જરૂર નથી. આહાહાહા !ઓહોહોહો ! એ ક્રમબદ્ધમાં પણ એ આવી ગયું. પર્યાયનો જ્યારે આવો ક્રમ છે તે કાળે અકર્તાપણું પ્રગટ કર્યું, એટલે કે દર્શન જ્ઞાન ને ચારિત્રને પ્રગટ કર્યું. આહાહા... ક્રમબદ્ધ પણ આવી ગયું અને વ્યવહા૨થી નિશ્ચય થાય એ