________________
શ્લોક – ૩૨
૬૨૩ અતીન્દ્રિય ગર્ભિત એ આનંદ પ્રગટયો, સમ્યગ્દર્શન જ્ઞાન થયું ત્યારે આનંદ પ્રગટયો. આહાહાહા ! તેથી હવે તેના વીતરાગ વિજ્ઞાનરૂપ શાંતરસમાં, આહાહા. વીતરાગ વિજ્ઞાન નથી આવતું? વીતરાગ વિજ્ઞાન હુકમચંદજીનું પાઠશાળાની છે ને પુસ્તિકા. વીતરાગ વિજ્ઞાનરૂપ શાંતરસ, એકી વખતે, એક જ કાળમાં સર્વલોક મગ્ન થાઓ, આહાહાહા... પૂરણ આનંદ સ્વરૂપ ભગવાન, એનો જ્યાં આશ્રય લીધો, ત્યારે પર્યાયમાં પૂર્ણ આનંદદશા પ્રગટ થઈ, આહા.. ત્યારે એ કહે છે કે આમાં બધા જીવો એક સાથે આવીને સ્નાન કરો પ્રભુ. આહાહાહા ! એ સંસારનો મેલ ધોઈ નાખો. આહાહાહા ! આવું છે આમાં કોઈ મોટું વિદ્વત્તા ને મોટા ભાષણો કરે આમ છે તેમ છે ને ફલાણું છે ને બાપુ એ મારગડા જુદા નાથ, વીતરાગ સર્વશ પરમેશ્વર એના મારગડા જુદા છે ભાઈ. આહાહાહા ! એ વ્રત ને તપ ને ભક્તિ ને પૂજાથી ધર્મ મનાવવો એ તો રાગથી ધર્મ મનાવો છો, એ જૈનધર્મ જ નથી. એ તો અજૈનને જૈન માન્યું છે એણે. આહાહા ! (શ્રોતાજૈનના અગ્રેસરો એમ જ માને છે ને પ્રરૂપે છે) શું થાય ભાઈ, બધાને અત્યારે, એને મળ્યું નથી, સાંભળવા મળ્યું નથી, શું મારગ છે, અમારે ગુરુ હતા સંપ્રદાયમાં એ બિચારા બહુ ભદ્રિક હતા, સજ્જન હતા ક્રિયા એવી કે અત્યારે દિગંબર સાધુ તો એને માટે બનાવેલ આહાર લે છે. આ તો પ્રાણ જાય તોપણ એને માટે પાણીનું બિંદુ બનાવ્યું હોય તો ન લે એવા હતા સંપ્રદાયનાં. ગામડામાં જઈએ સાત આઠ ઘર વાણીયાનાં હોય, જાઈએ કે તરત એ લોકો બિચારા પાણી બનાવે મહારાજ આવ્યા છે ને ઊનું પાણી મળે નહીં ગામડામાં જઈએ ત્યાં બહેન આ પાણી કેમ આમ? મા'રાજ અમે સ્નાન કરતા વધાર્યું, આટલું બધું પાણી સ્નાન કરતા વધાર્યું? ન લે. દિવસના દિવસે પાણી વિના કાઢયા'તા અમે પણ એ જ કર્યું'તું એમાં હતા ત્યારે બહુ ક્રિયા આકરી હતી અમારી બધી. છાશ લઈ આવીએ પછી છાશ સમજેને મઠા કાઠી લોકોમાં બહુ મળે કાઠી હોય ને ગરાસિયા બહુ છાશ મળે તે લઈ આવીએ, પાણી નહીં પાણીનું બિંદુ આખા દિવસમાં ન પીધું હોય કેટલાય દિવસ એવા જાય, આંહી તો દરરોજ એના માટે પાણીના આહાર કરે દશ શેર પાણીને, – અરરર!
એને પણ બચારાને તત્ત્વની વાત કાને નહોતી પડી. અરેરે ! કે આ પરની દયાનો ભાવ એ રાગ છે ને એ હિંસા છે એ ધર્મ નહીં એ વાત (એને) કાને પડી નહીં. આહાહા! બિચારા કાળ કરી ગયા, આરે ડચૂરો ચડયો રસ્તામાં, આહાહા ! કેવા હતા સજ્જન એની મીઠાશ, એની લૌકિક દૃષ્ટિ, આહાહાહા.. નૈતિક એનું જીવન પણ આ વાત કાને નહોતી પડી, કે આ પરની દયા પાળવી એ રાગ છે અને રાગ છે તે હિંસા (સ્વ) જીવની છે. અરરર! અત્યારે મશ્કરી કરે છે, અરે એ પરની દયાના ભાવને રાગ કહે છે. પણ હવે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં કહે છે અમૃતચંદ્રાચાર્ય, અને ત્યાં હિંસા કહે છે આત્માની. સાંભળને પ્રભુ? તેં સાંભળ્યું નથી ભાઈ, આહા.. દયાનો ધર્મ તો આત્માની દયા, પૂર્ણાનંદનો નાથ છે જેવી જીવતી જ્યોત છે તેને તેવી રીતે માનવી તે તેની દયા છે. આહાહા... એને ઊણો ઓછો અધિકો માનવો એ (નિજ) આત્માની હિંસા છે. આહાહા ! શું જીવ અધિકાર આડત્રીસ ગાથા એનો આ કળશ. આહાહા ! અભિમાન ઊતરી જાય એવું છે. આહાહાહા !
વીતરાગ વિજ્ઞાન શાંતરસમાં, એક તો વીતરાગી વિજ્ઞાન શાંતરસ પર્યાયમાં આવ્યો એને