________________
શ્લોક – ૩૨
૬૧૭ છે. આહાહાહા.... | સર્વાગ પ્રગટ થયો, અસંખ્ય પ્રદેશે પૂર્ણ સ્વરૂપ જે હતું. આહાહા ! એ સ્વરૂપના પૂર્ણાનંદના નાથની દૃષ્ટિ કરતા એ સર્વાગ પર્યાયમાં પૂર્ણ પ્રગટ થઈ ગયો. આહા ! આવી વાતું છે. આંહી વ્રત પાળતા ને દયા દાન કરતા ને તપ કરતા ને અપવાસ કરતા પ્રગટ થાય છે એમ નથી કહ્યું,
એ તો બધી રાગની ક્રિયા છે. આહાહાહા! ભગવાન આત્મા પૂર્ણ અવબોધ સિંધુ, અવબોધ સિંધુ: જ્ઞાનનો દરિયો, “શુદ્ધચેતના સિંધુ હમારો રૂપ હૈ” આહાહા ! એવો જે શુદ્ધ ચૈતન્ય સમુદ્ર
એ પર્યાયમાં ભરતી આવી ને ઊછળ્યો, ઉત્પાદ થયો, આહાહા... વિશ્વમનો વ્યય થયો, અહીં તો વિભ્રમને જ જૂદું પાડ્યું છે, નહીં તો ત્રણની ત્યાં પૂર્ણતા કરી છે.
શું કહ્યું એ? ત્યાં તો દર્શન જ્ઞાન પામેલો હતો, એણે પૂછયું કે હવે આચરણ કેમ થાય એની પૂર્ણતા પ્રગટ કેમ થાય એ હતું. પણ પાછો આંહી ઉપાડયું છે ત્યાંથી પહેલેથી, આહાહા ! ચૈતન્ય સિંધુ અથવા ચૈતન્યનું પાત્ર એટલે જેમાં ચૈતન્યપણું જ રહ્યું છે. આહાહા... ભગવાન આત્મામાં ચૈતન્યપણું જ છે, ચૈતન્યનું એ પાત્ર છે, રાગનું એ પાત્ર નથી. આહાહાહા ! એવો ચૈતન્યસિંધુ, વિભ્રમને નાશ કરી અને સ્વના તીવ્ર આશ્રયથી, આહાહાહા. પર્યાયમાં ઊછળ્યો પ્રગટ થયો, આહાહા... વ્યય થયો, પ્રગટ થયો; ધ્રુવ તો છે. ચૈતન્યપાત્ર, જ્ઞાનના સ્વભાવને ધરનારો ચૈતન્ય તો છે. આહાહાહા ! આવો ઉપદેશ ઝીણો પડે જગતને શું થાય? મારગ વીતરાગનો માર્ગ ઘણો સૂક્ષ્મ છે. આહાહા.. એ અહીંયા સર્વાગ પ્રગટ થયો.
“અમી સમસ્તઃ લોકાઃ' અરે આ સમસ્ત ભવ્ય જીવો, અધ્યાત્મ તરંગિણીમાં ભવ્ય જીવ લીધા છે, નહીંતર અહીં અમી એટલે બધા, પણ બધાય એટલે અભવી જીવો કંઈ પામી શકતા નથી, આહાહાહા... અમી આ ભવ્યલોક હે ભવ્ય જીવો! આહાહાહા. સમસ્ત ભવ્ય જીવો, સાગમટે નોંતરું છે. આહાહા... “અમી” આ પ્રત્યક્ષ જીવો જે ભવ્ય છે, તે “સમસ્તઃ લોકાઃ” સમસ્ત લોક આખું, ભગવાન ચૈતન્ય સિંધુ જ્ઞાનનું પાત્ર અને જ્ઞાનસ્વરૂપ જ જેમાં છે, એમાં આવીને આવો, બધા આવો ભગવાન. આહાહાહાહા... બધા ભવ્ય જીવો આવો, સાગમટે નોતરું સમજો છો. પાટણીજી! તમારી ભાષામાં કંઈ હશે, (શ્રોતા:- સિગરી નોંતરું એટલે બધાને નોતરું.) સાગમટે એ બધાનું અમારે ઈ ભાષા છે આખા ઘરને કોઈ માંદો હોય ને ન આવી શકે તે જુદી વાત છે, પણ બધાને જમવાનું, એમ કોઇ અભવી હોય તો ભલે ન આવે. આહાહા! શું સંતોનો ધારાવાહી ઉપદેશ! આહાહા...
ત્યાં તો કહ્યું'તું ને આડત્રીસમાં અબુધ જે અપ્રતિબદ્ધ હતો, અનાદિ અજ્ઞાની હતો, એને ગુરુએ ઉપદેશથી સમજાવ્યો, અને એ સમજણના રટણમાં લાગ્યો, જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક, આહાહા... અને તે સમજ્યો, આહાહા... સમ્યજ્ઞાન થયું, સમ્યગ્દર્શન થયું. આંહી તો પૂર્ણ અધિકાર છે ને? એનો જે અધિકારનો સ્વભાવ જેવડો હતો એવો જ એની પર્યાયમાં આચરણરૂપ થઇ ગયો. આહાહાહાહા ! શ્રોતાને કહ્યું તે શ્રોતા આમ થઈ ગયા એમ કહે છે, આહાહાહા... પંચમકાળના સંતો, પંચમકાળના શ્રોતાને, આહાહાહા... ભવ્ય જીવોની લાયકાતવાળા જીવોને કહે છે કે પ્રભુ તમે પરિણમી જાવ, હોં. આહાહાહા... આહાહા!ચૈતન્યનો સમુદ્ર સિંધુ, ચૈતન્ય સ્વરૂપ જ જેના પાત્ર એટલે એના સ્થાનમાં ચૈતન્ય સ્વરૂપ જ છે. પુણ્ય અને