________________
૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આત્મા જ્ઞાનસમુદ્ર હૈ, જ્ઞાનસમુદ્ર છે. આહાહાહા ! “વિભ્રમ તિરસ્કરિણી ભરેણ આપ્લાવ્ય” એ વિભ્રમરૂપી આડી ચાદર હતી, જેમ મોટા સમુદ્રમાં કાંઠે એક ચાદર હોય ચાર હાથની, તો માણસ એ સમુદ્રને ન જોઈ શકે, કેમ કે પોતે ચાર હાથનો ઊંચો હોય અને ચાર હાથની ચાદર આડી હોય, એમ ભગવાન આત્મા વિભ્રમરૂપી આડી ચાદર હતી. રાગ ને પુણ્ય આદિ મારા છે એવા મિથ્યાત્વરૂપી પરિણમનની આડ હતી એને, આહાહા ! વિભ્રમરૂપી આડી ચાદર, ભ્રમ હતો એને એ.
બહિર્લક્ષી જે રાગાદિ ભાવ એ મારા છે ને એ જ મારું અસ્તિત્વ છે, એમ જે વિશ્વમ મિથ્યાત્વનું પરિણમન હતું, કર્મની અહીં વાત નથી, સ્વરૂપથી વિપરીત દૃષ્ટિ જે રાગ ને પુણ્ય આદિના વિકલ્પો એક સમયની પર્યાય જેટલી બુદ્ધિ હતી, તે વિભ્રમ હતો, મિથ્યાત્વરૂપી આડી ચાદર હતી. તેથી ભગવાન જ્ઞાનસમુદ્ર દેખાતો નહોતો. આહાહાહા !
એ વિભ્રમ, આડી ચાદરને ‘ભરેણ આપલાવ્ય' “સમૂળગી ડુબાડી દઇને, આહાહા... નાશ કરી નાખ્યો એને. વિભ્રમ એ મિથ્યાત્વરૂપી પરિણામ એનો વ્યય કરીને, પ્રોન્મગ્નઃ પ્ર.ઉન્મગ્ન, પ્ર.-ઉન્મગ્ન-પ્રકટે ઉન્મગ્નઃ જેવું સ્વરૂપ છે તેવું ઉન્મગ્ન, પર્યાયમાં બહાર ઊછળ્યો, આહાહા ! શું કહે છે ? ભગવાન આનંદ સ્વરૂપ જ્ઞાનસિંધુ એ વિભ્રમની આડી ચાદરને લઈને જણાતો નહોતો એ વિભ્રમની ચાદરને ભ્રમને ડુબાડી દીધું, વ્યય કરી દીધો, જે આમ ઉત્પાદ્ હતો આહાહા... એનો વ્યય કરી નાખ્યો. આહાહા ! પોતે જ ઉત્પાદ થયો હતો એમ હવે કહેવું છે, પ્રોન્મગ્નઃ પોતે સર્વાંગ પ્રગટ થયો. આહાહા ! શું શૈલી !
સ્વરૂપનાથ ચિદાનંદ ભગવાન ૫૨મ પરમેશ્વર સ્વરૂપ જ આત્મા એને વિભ્રમ, રાગ પુણ્ય દયા-દાન વિકલ્પ આદિ મારાં છે એવો જે વિશ્વમ મિથ્યાત્વરૂપ પરિણમન, આહાહા... એને વ્યય કરી નાશ કરી, અને અવબોધ સિંધુઃ જ્ઞાનનો દરિયો પ્રભુ એ પર્યાયમાં, પ્ર.ઉન્મગ્ન પર્યાયમાં, પ્રકષ્ટ ઉન્મગ્ન બહાર આવ્યો. આહાહા! જેવો એનો સ્વભાવ ભગવાન આત્માનો હતો. આહાહાહા... અતીન્દ્રિયઆનંદ, અતીન્દ્રિયજ્ઞાન ને અતીન્દ્રિયશાંતિ એના આશ્રયનું શરણ લેતાં, વિભ્રમની ચાદર નાશ થઈ ગઈ, અને પોતે પર્યાયમાં પ્ર.ઉન્મગ્ન, પ્ર.વિશેષ ઉન્મગ્ન, ઉત્પાદ્ ઊછળ્યો, આહાહાહાહા... શાંતિ અને આનંદની દશા પ્ર.વિશેષે ઉન્મગ્નઃ, પ્રગટ થઈ, વસ્તુ તો વસ્તુ હતી ધ્રુવ, એ ધ્રુવની દૃષ્ટિએ વિભ્રમનો નાશ થયો અને જેવું સ્વરૂપ એનું હતું, એવું પર્યાયમાં પ્ર. ઉત્કૃષ્ટ ઉન્મગ્ન આવ્યું, ઓલી નદી નથી આવતી ઉન્મગ્ન નિમગ્ન, વૈશાખ પર્વતમાં, એક નદી એવી છેનિમગ્ન એમાં જે કોઈ ચીજ પડે એને હેઠે લઇ જાય અને એક નદી એવી છે જે કોઈ ચીજ પડે એને ઉપર લાવે. આહાહા !
એમ ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ એની જ્યાં દૃષ્ટિ થઈ, ત્યારે એ વિભ્રમનો નાશ થયો, અને પર્યાયમાં પ્રકૃષ્ટ ઉન્મગ્ન ઊછળ્યો, ઉત્કૃષ્ટપણે પરિણમ્યો એમ ઊછળ્યો એટલે પ્રોગ્મગ્નઃ આહાહા... ઉછલંતી પછી આવશે, પણ અહીં પ્રગટયો, અતીન્દ્રિય આનંદ ને ચૈતન્ય સિંધુ, પ્ર.- ઉન્મગ્ન, એકલો ઉન્મગ્નઃ નહીં, વિશેષ ઉન્મગ્ન. આહાહા ! આમ પર્યાયમાં મિથ્યાત્વની પર્યાયનો વ્યય થઈ અને સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય પ્રગટી એ ઊછળ્યો આત્મા અંદરથી. આહાહા... આવી વાતું. અધિકાર પૂરો થાય છે ને ! તે જેવું સ્વરૂપ છે તેવી પૂરણ પ્રાપ્તિ, તેનો અધિકા૨ પૂર્ણ થાય છે, આહાહા ! લખાણમાં આ પૂરો થાય છે, ને ભાવમાં આ પૂરો થાય