________________
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અતીન્દ્રિયઆનંદનું જ્ઞાન, અતીન્દ્રિય શ્રદ્ધા, અતીન્દ્રિય શાંતિ વગે૨ે અંતર્ એનાં અનુભવમાં આવી. આહાહા... એ પોતાની લક્ષ્મીની સંપદા અનુભવમાં આવી. આહાહાહા ! એ દયા દાનની વૃત્તિ એ તો રાગ એ પોતાની સંપદા હતી એ તો વિકાર વિભાવ છે. આહાહાહાહા ! આકરું કામ. (શ્રોતાઃ– ચોખ્ખુ કામ.) એથી એ લોકો બિચારા એવું કહે છે એય સોનગઢવાળાએ તો વ્યવહા૨ ઉડાવી દીધો. વ્યવહા૨થી થાય એ ન રાખ્યું. ભગવાન વ્યવહાર તો રાગ છે બાપુ ! આહાહા ! રાગથી તો આંહી જુદો પડયો ત્યારે લાભ થયો. જેનાથી જુદું પડવું એનાથી લાભ થાય ?
બહુ આકરું કામ ! અત્યારે પ્રરૂપણા ફરી ગઈ બહુ, ઉપદેશ ફર્યો. વાણિયાને નવરાશ ન મળે વાણિયા નવરા ( ન થાય ) ધંધો આખો દિ' એય છોટાભાઈ ! આખો દિ' બાયડી છોકરાં ને ધંધો એમાં વખત ન મળે કલાક મળે ત્યારે સાંભળવા જાય, મગજ ન મળે, જે માથે કહે ‘જયનારાયણ’ ( શ્રોતાઃ- હુશિયાર કહેવાય છે ને વાણિયા ) સમજવા જેવા હુશિયાર બધાંય. આહાહા ! સંસારના ડાહ્યા હોય મોટી વાતું કરનારા, ધંધાના ને આમ મોટા ઉદ્યોગપતિ ને આમ ને આમ મૂર્ખાઈમાં મોટા છે એ બધાય. આહાહાહાહા ! કહો, ચંદ્રકાંતભાઈ !
લ્યો, આ બધા વાણિયા અઢી અઢી હજારના પગારને એસો... એસો એસોમાં છે ને એ ? એ કંપની ફરી ગઈ એસ. પી. સરકારની ફરી ગઈ.
આંહી પોતાની સ્વરૂપ સંપદા અનુભવમાં આવી, હવે ફરી મોહ કેમ ઉત્પન્ન થાય ? ન થાય. આ બધું ટીકાને ભાવાર્થ પૂરું થયું.
થઈ ગ્યો વખત લ્યો ! ( શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ !)
૬૧૪
તે
* સમ્યગ્નાનનું આભૂષણ એવું આ પરમાત્મતત્ત્વ સમસ્ત વિકલ્પ સમૂહથી સર્વતઃ મુક્ત છે. અનેક પ્રકા૨ના વિકલ્પનો સમૂહ સમ્યક્ત્તાનના આભૂષણ એવા પ૨માત્મતત્ત્વમાં ત્રિકાળી તત્ત્વમાં નથી. સર્વનય સંબંધી અનેક પ્રકારના વિચારો એ પણ પ્રપંચ છે. એ પણ ત્રિકાળી પરમાત્મતત્ત્વને વિષે નથી. એ વિકલ્પો નથી એ તો ઠીક પણ શુદ્ધ પર્યાયોની શ્રેણી નિર્મળ પર્યાયની ધારારૂપ ધ્યાનાવલી એ પણ પ૨માત્મતત્ત્વમાં નથી. ધ્યાનાવલીનું જે ધ્યેય છે એવા ૫રમાત્મતત્ત્વમાં ધ્યાનની પરિણતિરૂપ પર્યાયો-ધ્યાનાવલી નથી. ભાઈ ! તું તો સદાય આવો ૫૨માત્મસ્વરૂપે જ છો.
(૫૨માગમસાર -૫૦૭ )