________________
૬૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ન ગયા હોય. આહાહાહા ! પણ એનો ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ, એની પાસે ગયા છે ને ઈ. આહાહાહા !
કો’ અજીતભાઈ ? આ પૈસા પૈસામાં નથી આ કાંઈ, ધૂળમાંથી નથી ત્યાં, આ છે માલ ! ( શ્રોતાઃ માટે તો એ આંહી આવ્યા છે ) આહાહા ! આકરું લાગે લોકોને બહાર પ્રવૃત્તિમાં ચડાવી દીધા છે ને ? અપવાસ કરોને વ્રત કરોને તપ કરોને અપવાસ એ હવે રાગની ક્રિયાઓમાં ચડાવી દીધા, ધરમ એકકોર રહી ગયો. આહા ! ( શ્રોતાઃ અજૈનને જૈન મનાવી દીધા ) અજૈનપણામાં જૈન( પણું ) માન્યું છે. આહાહા !
આ તો વીતરાગ સર્વજ્ઞ ત્રિલોકનાથ ! એ પરમેશ્વર એવો જ – આત્માનું પૂરણ વીતરાગ સ્વરૂપ પરમેશ્વર, એને પર્યાયમાં જ્યાં એનું ભાન થાય છે ત્યારે કહે છે કે આ જે મારી પર્યાય જે પ્રગટી નિર્મળ, હવે મને મિથ્યાત્વનો ઉદય થાય ને મલિન થાય, મારે એવું રહ્યું નથી. પડવાના, પડે એવું શાસ્ત્રમાં લખ્યું છે, આવે છે કે નહીં ? ‘શુદ્ઘનય પરિëતા’ એ તો જાણવા માટે છે, મારે માટે નથી એ. આહાહાહા ! આસ્રવમાં આવે છે શુદ્ઘનય (પરિચ્યતા ) – નય પરિચ્યતા છે ? નયનો અર્થઃ શુદ્ધનય કારણ નય એ જ નય છે વ્યવહા૨ ( નય ) તો કથનમાત્ર નય છે. આહાહાહા! નય છે, એનો વિષય છે પણ ઈ તો સાધારણ, કથનમાત્ર! ‘નય પરિચ્યતા’ નો અર્થ જ એવો કર્યો પાઠ તો નય છે ફકત એનો અર્થ એવો કર્યો કે ‘શુદ્ધનય પરિચ્યતા' નય જ એને કહીએ. આહાહાહા !
જે શુદ્ધ ભગવાન પૂર્ણાનંદનો આશ્રય લીધો છે, એવી જે શુદ્ધનય, એનાથી જે સ્થૂત થાય જે છે એ તો જ્ઞાન જગતને કરાવ્યું, આંહી તો કહે છે કે જે, આહાહાહા... જેણે શુદ્ઘનયનો અંતર્ આશ્રય લીધો અને જેને સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર આદિ પ્રગટ થયાં, એ હવે મિથ્યાત્વને પામે કે પડે એવું રહ્યું નથી. આહાહાહાહા ! ગજબ વાત છે.
મહાન જ્ઞાન પ્રકાશ એટલે ? આહાહાહા... શાસ્ત્રજ્ઞાન તો અનંતવા૨ થયું'તું અગિયાર અંગ ને નવ (પૂર્વનું ) શાસ્ત્રનું, એ નહીં, આ તો મહાનજ્ઞાન, જ્ઞાનનો ભંડા૨ દરિયો પ્રભુ એમાંથી જ્ઞાન પ્રગટ થયું છે. આહાહા ! મારી પર્યાયમાં મહાન જ્ઞાનપરમાત્મસ્વરૂપ જે પ્રગટ આવી ગયો છે. આહાહાહા!
હવે, આમાં વાદવિવાદ કરે ઈ ક્યાં પાર પડે એવું છે ભાઈ ! ( શ્રોતાઃ માટે તો કુંદકુંદાચાર્યે વાદવિવાદની ના પાડી છે. ) ના પાડી છે. ઓલા કયે તમે ના પાડો છો તે તમને આવડતું નથી, તમે પાછા પડી ગયા માટે તમે ના પાડો છો એમ કહે છે. કહે બિચારા કહે એની.... અને તમે ચર્ચા કરવા આવો, ભઈ ચર્ચા તો થઈ ગઈ છે આંહી ખાનિયામાં તે ત્યાં અધૂરી રહી છે છેલ્લું અમારે પૂછવું જોઈએ એ બાકી રાખી દીધું છે, તમે પૂછયું ને તેનો જવાબ અમારો છેલ્લો નો આવ્યો, અરે પ્રભુ એ કર્યે પા૨ ન પડે બાપા !
આ ચીજ તે ક્યાં ભાઈ ? એ શાસ્ત્રના ભણતરેય તે મળે એવું નથી. આહાહા ! શું થાય ? મને મહાનજ્ઞાનપ્રકાશ સરવાળો છેલ્લો. જીવ અધિકા૨નો, જીવનું જેવું અધિકા૨૫ણું હતું તેવું પ્રગટયું એ જીવ અધિકા૨ પૂરો થયો. આહાહાહા !
ભાવાર્થ:: - આત્મા અનાદિકાળથી, મોહના ઉદયથી અજ્ઞાની હતો મિથ્યાર્દષ્ટિ. દર્શનમોહનો