________________
૬૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ કારણકે નિજરસથી જ, આહાહા.. મિથ્યાત્વ, મોહને કેમ ઉત્પન્ન ન કરે? કે મારા નિજ રસથી આત્માના આનંદના રસથી, આહાહાહા!મારી નિજ શક્તિના સામર્થ્યથી, મારો ભગવાન નિજરસના સામર્થ્યથી, આહાહાહા.... મોહને મૂળથી ઉખાડી, મોહને દાવ્યો છે ઉપશમ કર્યો એમેય નહીં. અહીંયા તો મોહને મૂળથી ઉખાડી, આહાહા. ગધેડા જેમ મૂળથી ખાય ઉખેડીને એમ જ્ઞાની મૂળથી ઉખાડી નાખે છે રાગને - મિથ્યાત્વને, આહાહા! આહા! ગજબ ગાથા છે. એમ મેં મારા આત્માના રસથી સ્વભાવના રસના સામર્થ્યથી મોહને, નિજરસથી જ, એમ કહ્યું જોયું? કોઈ કર્મ મંદ પડયું ને ફલાણું થયું ને એમ નહીં પણ મેં મારા નિજરસથી જ. આહાહાહા... મારો ભગવાન આત્મા, નિજરસ, આનંદના રસથી મારા સામર્થ્યથી એમ કહે છે. નિજરસથી “જ” બીજો કોઈ અંદર આશય રાગ નહીં. આહા ! આહાહા ! મોહને મૂળથી ઉખાડી, મૂળમાંથી ખોદી કાઢીને, આહાહા!મૂળિયું તોડી નાખ્યું છે કહે છે. આ ફરીને ઉત્પન્ન ન થાય. આહાહાહાહા !
ઓહોહો ! શું સમયસારના કર્તા, શું એના ટીકાકાર. શું એના શ્રોતાઓ!! આહાહાહા ! આંહી એની વ્યાખ્યા છે ને ભાઈ ! જેને સંભળાવ્યું છે, એ સમજ્યો છે. એ એમ કહે છે કે, આહાહાહાહા ! મારા નિજરસથી જ મારો વીતરાગ સ્વભાવરસ, આહાહાહા ! પૂરણસ્વભાવમાં સાવધાનીના રસથી જમોહને મૂળથી ઉખેડી નાખ્યો. આહાહા ! મોહને દાળ્યો, ઉપશમ કર્યો એમેય નહીં. આહાહા ! ઓહોહોહો ! અરે કુંદકુંદાચાર્ય! અમૃતચંદ્રાચાર્ય! ચાલતા સિદ્ધ ! અને એ ભાવે સિદ્ધ થવાના. આહાહાહા!
મોહને મૂળથી ઉખાડીને, ફરી અંકુર ન ઊપજે. આહાહાહાહા.. મિથ્યાત્વનો અંકુર ન ઊપજે અંકુર જરીએ ન ઊપજે. આહા! ફૂલ તો નહીં, આહાહાહા.. પણ મિથ્યાત્વનો અંકુર પણ ન ઊપજે જરીયે, આહાહા ! એવો નાશ કરીને, આહા! ગજબ કર્યું છે ને? ભગવાનને ભગવાનના ભેટા થયા અંતરમાં ઈ કહે છે, હવે જાય નહીં. આહાહા ! મારો નાથ પૂર્ણાનંદનો પ્રભુ એના જ્યાં ભેટા થયા, હવે વિયોગ ન થાય કહે છે. આહાહાહાહા ! આહાહા !
ફરી અંકુર ન ઊપજે જોયું? ‘વરસત પવાપુન: પ્રાદુર્ભાવાય સમૂનં મોમુનૂન્ય' – એમ છે ને મૂળસહિત મોહને ઉમૂલ્ય – મૂળથી ઉખેડી નાખ્યો. મફતો “જ્ઞાનોદ્યોતગ્ર પ્રરિતસ્વીત'
ફરી અંકુર ન ઊપજે એવો નાશ કરીને, મહાન જ્ઞાનપ્રકાશ – મહાન જ્ઞાનપ્રકાશ, ચૈતન્યજ્યોતિ ઝળહળ જ્યોતિ, ઝળહળ જ્યોતિ. શીતળચંદ્ર પ્રકાશનો. એવો મારો પ્રભુ ચંદ્ર, આહાહાહા.. એનો જ્ઞાનપ્રકાશ, મહાન જ્ઞાનપ્રકાશ મને પ્રગટ થયો છે. આહાહાહા ! જુઓ ! આ દિગમ્બર સંતોની વાણી ! આહાહા!
શ્રીમદ્ કહે છે: “દિગમ્બરના તીવ્ર વચનોને લઈને રહસ્ય સમજી શકાય છે'ઈ કહેવા માગે છે. આહાહા! “શ્વેતાંબરની મોળાશને લઈને રસ ઠંડાતો ગયો', બહુ આકરું કામ દુઃખ લાગે બીજાને શું થાય? અરે, આ એક કડી છે, એવા બત્રીસ સૂત્રોમાં આ વાત મળે એવી નથી. આહાહાહા! (શ્રોતા – બત્રીસ ને તેર પીસતાલીસમાંય ન મળે !) પીસતાળીસ તો નાનો સાધારણ, આ બત્રીસ ને બધાય જોયાં છે. છોંતેરની સાલમાં એ પીસતાળીસ સૂત્ર એક પાંચ મહિનામાં જોયા હતા. છોંતેર, છોંતેર. (શ્રોતા- અઠ્ઠાવન વરસ થયાં) અઠ્ઠાવન વરસ પહેલાં, બત્રીસ સૂત્ર ને એનાં તેર સૂત્ર, પીસતાલીસ સૂત્ર ને એની ટીકાઓ, પાંચ મહિનામાં, ચોમાસુ